ગુજરાતમાં અહીં આવેલું છે અનોખું મંદિર, જ્યા ભગવાન કૃષ્ણને રૂક્ષ્મણીજી સાથે થયો હતો પ્રેમ

Religious

ગુજરાતમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. દરેક ધામમાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. આજે અમે તમને એવા જ એક પાવન ધામ વિષે જણાવીશું જ્યાં માં ભવાની સાક્ષાત બિરાજમાન છે. સૌરાષ્ટ્રમાં આવેલા માતાના આ ધામમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.

માં ભવાનીનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા ગામથી પાંચ કિલોમીટર દૂર કથપુર ગામમાં આવેલું છે. કથપુર ગામની બાજુમાં અરબી સમુદ્રનો કિનારો આવેલો છે જ્યાં માં ભવાનીનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે અહીં માં ભવાની સાક્ષાત બિરાજમાન છે. ભક્તો પૂરી શ્રદ્ધાથી માતાના દર્શને આવે છે અને માતા દરેક ભક્તોની મનોકામના પુરી કરે છે.

પૌરાણિક કથા અનુસાર હાલનું કથપુર પ્રાચીન સમયમાં કનકપુર તરીકે જાણીતું હતું. કહેવાય છે કે તે સમયે દેવી રૂક્ષ્મણી આ રાજ્યના રાજકુમારી હતા. આ મંદિરને કૃષ્ણ રૂક્ષ્મણીનાં પ્રેમનું પ્રતીક માનવામા આવે છે. કહેવાય છે વર્ષો પૂર્વે જયારે ભગવાન શ્રી કૃષ્ણ દરિયા કિનારે વિહાર કરવા આવેલા ત્યારે દેવી નદીમાં ભવાનીનું સ્તવન કરી રહ્યા હતા.

આ સમયે ભગવાન શ્રી કૃષ્ણની નજર દેવી રૂક્ષ્મણી પર પડી. આમ બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. બસ ત્યારથી જ આ મંદિરને કૃષ્ણ ભવાનીના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરમાં માં ભવાનીની સોળે શણગાર સજેલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જેના દર્શન કરવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી ભક્તો અહીં દેવીના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. ખાસ કરીને ચૈત્ર અને આસો માસની નવરાત્રીમાં અહીં ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવે છે. ત્યારે તો માતાનું આ ધામ ભક્તોની ખુશીઓથી છલકી ઉઠ્યું હોય તેવું લાગે છે. ભક્તો અહીં આવી માતાના દર્શનનો અનેરો આનંદ લે છે.

જે કોઈ પણ ભક્ત અહીં આવીને માતાની માનતા રાખે છે તો માતા તેના દુઃખદ દૂર કરે છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. ભક્ત માનતા પૂરી થતા તુરંત જ માતાના શરણોમાં આવે છે. ભવાની માતાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. કહેવાય છે અહીં દર્શને આવતા કોઈ પણ ભક્તો ખાલી હાથ પાછા જતા નથી.

Leave a Reply

Your email address will not be published.