આપણા દેશમાં ઘણી એવી મહિલાઓ છે જે અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધીને પોતાના માતા પિતાનું અને દેશનું નામ રોશન કરતી હોય છે. આવા જ એક મહિલા આધિકારી વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ લેડી સિંઘમથી ગુનેગારો થરથર ધ્રૂજે છે.
સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે સુંદર દેખાતી યુવતીઓ ગ્લેમર વર્લ્ડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું પસંદ કરે છે. જોકે આજે અમે તમને એક એવી યુવતી અંગે વાત કરીશું, જે રૂપ રૂપનો અંબાર છે અને પોલીસ છે. જરૂરી નથી કે સુંદર દેખાતી છોકરીઓ બોલિવૂડમાં જવાનું જ પસંદ કરે છે.
આજે અમે તમને જણાવીશું PSI પલ્લવી વિષે. પલ્લવી જાદવનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. પલ્લવી ગરીબ પરિવારમાંથી આવે છે. જોકે પલ્લવીએ અનેક સંઘર્ષ કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. પલ્લવીએ અનેક મુશ્કેલીઓ સહન કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તેણે પોતાના અભ્યાસના દમ પર પોલીસની પરીક્ષા પાસ કરી હતી.
પલ્લવી જાદવે વર્ષ 2015 માં પીએસઆઈની પરીક્ષા આપી હતી અને તે આ દરમિયાન સફળ થઈ હતી. તે જાલના જિલ્લાના દામિની પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પલ્લવી એક બહાદૂર પોલીસ અધિકારી છે. તેમનાથી ગુનેગારો થરથર કંપે છે. સોશિયલ મીડીયમ પલ્લવીના ઘણા બધા ફોલોઅર્સ પણ છે.
પલ્લવી પોલીસ અધિકારી છે પરંતુ આ સાથે તેમણે 2015 થી જ મોડલિંગની શરૂઆત પણ કરી હતી. તેમણે મરાઠી ફિલ્મ ‘પ્રેમાત પેટલ મન સાર’ માં કામ પણ કર્યું છે. સોશિયલ મીડિયામાં પલ્લવીના અનેક ફોલોઅર્સ છે. લોકો પલ્લવીના ઈમાનદારીભર્યા કામથી ખુશ છે. તેમના ઘણા બધા ચાહકો છે.
પલ્લવીને લેડી સિંઘમના નામથી ઓળખવામાં આવે છે. ઘણી બધી છોકરીઓ માટે પલ્લવી રોલ મોડેલ છે. તમને જણાવી દઈએ કે પલ્લવીએ હજી સુધી લગ્ન કર્યા નથી. તેઓ હજુ પણ જીવનમાં ઘણું બધું કરવા માંગે છે અને આગળ વધવા માંગે છે. તેઓ ખુબ મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા છે.
વર્ષ 2020 માં જયપુરમાં બ્યૂટી સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં લગભગ 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએસઆઈ પલ્લવી જાદવે મહારાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કર્યું હતું. તે આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ રહી હતી. આ ઉપરાંત તે મિસ ફોટોજનિકનું ટાઈટલ પણ જીતી હતી. તેઓ સુંદર હોવાની સાથે સાથે ઈમાનદાર પોલીસ અધિકારી છે.