ગુજરાતના આ ગામમાં 14 જાન્યુઆરીના બદલે 29 ડિસેમ્બરના ઉજવાય છે ઉત્તરાયણ, 150 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનું રહસ્ય જાણીને ચોંકી જશો

Facts

હાલ દેશભરમાં લોકોએ ઉત્તરાયણનો તહેવાર ધામ ધુમથી ઉજવ્યો છે. ગુજરાત સહીત સમગ્ર ભારતમાં લોકો 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં 14 જાન્યુઆરીએ નહિ પરંતુ 29 ડિસેમ્બરના રોજ ઉત્તરાયણ મનાવવામાં આવે છે.

ગુજરાતના આ ગામમાં વર્ષોથી 29 ડિસેમ્બરે ઉત્તરાયણ ઉજવાય છે. કહેવાય છે કે અહીં આ પરંપરા વર્ષ 1882 થી ચાલી આવે છે જે હજુપણ અકબંધ છે. ગુજરાતના પાતળી તાલુકાના રણકાંઠાના છેવાડે આવેલા આ ગામનું નામ ઓડું છે. અહી અંગ્રેજોના સમયથી 29 ડિસેમ્બરે ઉત્તરાયણ મનાવવાની પરંપરા ચાલી આવે છે.

ઓડું ગામમાં રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો વસવાટ કરે છે. અહીં વર્ષ 1882 થી દર વર્ષે 29 ડિસેમ્બરે ગામના ચોરે પતંગોત્સવ ઉજવવામાં આવે છે. આ વિષે માહિતી આપતા ઓડું ગામના સરપંચ શ્રી ધીરૂભાઇએ જણાવ્યું છે કે અહી વર્ષ 1872 થી અંગ્રેજો દ્વારા અહીં મીઠું પકવવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ સમયે અવનર શેખ અગરના વડા હટ્સ જે દાવલશા પીરની દરગાહે નમાજ અદા કરવા જતા હતા. આ સમયે મીઠાના ઉત્પાદનની પ્રક્રિયા આખું વર્ષ ચાલતી હતી. તેથી તેમણે દરગાહને નિમિત્ત બનાવીને અગરિયા સમુદાયના મનોરંજન માટે પતંગ મેળાની શરૂઆત કરાવી હતી.

આમ તે સમયથી દર વર્ષે અગરિયા સમુદાયના લોકો 29 ડિસેમ્બરે ચાલીને દાવલશા પીરની દરગાહે જાય છે અને ધ્વજ અને ફૂલ ચડાવે છે. 140 વર્ષથી અહીં 29 ડિસેમ્બરે ઉત્તરાયણ મનાવવાની પરંપરા ચાલી આવે છે. ઓડું ગામમાં મીઠું પકવવા આવતા તમામ અગરિયાઓ આ પતંગોત્સવમાં જોડાય છે.

આ દિવસે લોકો વહેલી સવારે દાવલશા પીરની દરગાહે ભેગા થાય છે અને ત્યારબાદ પતંગોત્સવનો આનંદ લે છે. સવારે બધા સાથે મળીને મીઠી ચા પીવે છે અને જૂની કડવાશને ભૂલી જાય છે. અહીં પતંગોત્સવ નિમિતે ભાઈચારાની ભાવના જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.