લગ્નના બાર વર્ષ બાદ છૂટાછેડા લઇ રહ્યા છે મહાભારતના કૃષ્ણ, ભાવુક થઈને કહી દીધી આ વાત

India

પૌરાણિક ટેલિવિઝન શો મહાભારતમાં કૃષ્ણના પાત્રથી દરેકના હૃદય પર છાપ છોડનાર અભિનેતા નીતિશ ભારદ્વાજે તેમના લગ્ન જીવનને તોડવાનો નિર્ણય લીધો છે. લગ્નના બાર વર્ષ બાદ નીતિશ ભારદ્વાજે પત્ની સ્મિતા સાથે છૂટાછેડા માટે અરજી કરી છે. નીતીશ ભારદ્વાજે પોતે જ સંબંધ તૂટવાની માહિતી તેમના ચાહકોને આપી છે.

નીતિશ વ્યવસાયે એક્ટર છે, જ્યારે તેમની પત્ની સ્મિતા આઈએએસ ઓફિસર છે. સ્મિતા તેની જોડિયા દીકરીઓ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના છૂટાછેડા વિશે વાત કરતા નીતિશે આ વાતને મૃત્યુ કરતા પણ ખરાબ લાગણી ગણાવી હતી. તે કહે છે કે છૂટાછેડા ક્યારેક મૃત્યુ કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે.

નીતિશે કહ્યું કે આ મામલો મુંબઈની ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય તેઓ છૂટાછેડાના કારણો વિશે વાત કરવા માંગતા નથી. નીતીશે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હું એટલું જ કહી શકું છું કે ક્યારેક છૂટાછેડા મૃત્યુ કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે. કારણ કે આ સમયે તમે તૂટેલી લાગણી સાથે જીવો છો.

નીતીશ અને સ્મિતા બંનેના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા. જો કે આ લગ્નનો અંત ખૂબ જ દુખદ હતો અને બંનેએ પરસ્પર સંમતિથી તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ પણ નીતિશે લગ્ન જીવનમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. તેને લગ્નના સંબંધમાં પૂરો વિશ્વાસ છે પણ તે પોતાને કમનસીબ માને છે.

તેણે કહ્યુ હતું કે, પરિવાર તૂટવાની સૌથી ખરાબ અસર બાળકો પર પડે છે. તેથી માતાપિતાની જવાબદારી બને છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેમના નિર્ણયની બાળકો પર ઓછામાં ઓછી અસર પડે અને બાળકોને નુકસાન ન થાય. નીતિશ તેમના છૂટાછેડા બાબતે વધારે ચર્ચા કરવા માંગતા નથી. જો કે અભિનેતાએ જાહેર કર્યું નથી કે તે તેની પુત્રીઓના સંપર્કમાં છે કે નહી. તેનું કહેવું છે કે તે આ મુદ્દાને માત્ર પોતાની જાત સુધી સીમિત રાખવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.