હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પરંતુ કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા હંમેશા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે ગણેશજી વિઘ્નહર્તા છે. તેથી કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને ગણપતિ બાપાના એક એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં માંગેલી મનોકામના માત્ર 30 દિવસમા પૂર્ણ થાય છે.
ગણપતિ દાદાનું આ ચમત્કારિક મંદિર પૂણેમાં આવેલું છે. જ્યાં દર્શને આવતા ભક્તોનું માનવું છે કે આ મંદિરમાં માંગેલી માનતા ફક્ત ત્રીસ દિવસમાં પુરી થાય છે. આ મંદિરને આખા દેશમાં શ્રી દગડુશા ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પુણેમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના એક વેપારી દ્વારા તેમના જીવનના દુખો દૂર કરવા માટે કરવામાં આવ્યું હતું.
ગણપતિ દાદાની આ મૂર્તિની સ્થાપના પછી તે વેપારીનું આખું જીવન બદલાઈ ગયું હતું. ધીમે ધીમે લોકોની શ્રદ્ધા વધવા લાગી અને તેઓ માનતા માનવા લાગ્યા. જે કોઈ પણ દર્શને આવે તેમની દરેક મનોકામનાઓ ગણેશજી પૂર્ણ કરે છે. જેથી લોકોનું કહેવું છે કે ગણેશજીનું આ મંદિર ખુબજ ચમત્કારી છે. માત્ર ત્રીસ દિવસમા બાપા ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે.
આજે આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દાદાના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અહીં પોતાની મનોકામના માંગે છે. તેમની મનોકામના જરૂરથી પુરી થાય છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિને જોતાની સાથે જ લાગે કે આ મંદિરમાં ગણપતિ દાદા હાજરા હજુર બિરાજમાન છે. ભક્તો પોતાની મનોકામના પૂરી થતાં અહી બાપાના દર્શને આવે છે અને પ્રસાદ અર્પણ કરે છે.