એક સમયે સાત કંપનીઓએ કરી ધીધો હતો રિજેક્ટ, આજે પોતાની મહેનતથી આ યુવાન બન્યો આઈએએસ અધિકારી

Story

આજના સમયમાં મોટા ભાગના લોકો યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. UPSC ની પરીક્ષા પાસ કરવા માટે સખત મહેનત કરવી પડે છે. આમાં એવા વિદ્યાર્થીઓને જ સફળતા મળે છે જેઓ યોગ્ય વ્યૂહરચના સાથે અભ્યાસ કરે છે. વર્ષ 2020 માં UPSC ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 67 મો રેન્ક મેળવનાર વાસુ જૈનની સફળતાની કહાની પણ આવી જ છે.

વાસુ જૈને તેના ત્રીજા પ્રયાસમાં UPSC ની પરીક્ષા પાસ કરી છે. તેમણે પરીક્ષાની તૈયારી માટે કોઈ કોચિંગ લીધું ન હતું. તેણે આ સફળતા સ્વ અભ્યાસ દ્વારા હાંસલ કરી છે. વાસુ જૈને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તે શરૂઆતથી જ તેના અભ્યાસમાં હોશિયાર હતા અને અંતિમ વર્ષમાં તેમણે તેમની કોલેજમાં બીજું સ્થાન મેળવ્યું હતું.

જ્યારે તે કોલેજ પછી પ્લેસમેન્ટ મેળવવા માટે જુદી જુદી સાત કંપનીઓની મુલાકાતે ગયા, ત્યારે તેને કોઈપણ કંપની દ્વારા પસંદ કરવામાં આવ્યો ન હતા. આનાથી તેઓ ઘણા નિરાશ થયા હતા. પરંતુ તેમણે હાર માની નહિ અને આગળ શું કરવું તે નક્કી કર્યું. ત્યારબાદ તેમણે યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કર્યું.

વાસુ માને છે કે જો વિદ્યાર્થીઓ નોટ્સ બનાવીને અભ્યાસ કરે છે અને NCERTના મૂળભૂત પુસ્તકો વાંચે છે, તો તેને UPSC પરીક્ષામાં ઘણી સરળતા પ્રાપ્ત થાય છે. આ સિવાય તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ પ્રિ અને મેઈનની તૈયારી માટે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. ઉપરાંત અભ્યાસમાં ઈન્ટરનેટની મદદ પણ લઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published.