દુનિયાભરમાં ગણેશજીના ઘણા બધા મંદિરો છે. દરેક મંદિરે બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે, જેથી કાર્યમાં વિઘ્ન ન આવે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
દેશના મોટા ભાગના ગામોમાં ગણપતિ દાદાનું એક મંદિર તો હશે જ. પરંતુ આજે અમે તમને એક એવા ગણપતિ મંદિર વિષે જણાવીશું કે જે ખુબ જ ચમત્કારિક છે. કહેવાય છે કે આ મંદિરમાં ગણપતિ દાદા હાજરા હજુર બિરાજમાન છે. ગણેશજીના આ મંદિર માંથી આજ સુધી કોઈ ખાલી હાથે પાછું નથી ગયુ.
ગણેશજીના આ મંદિર સાથે એક અનોખી માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે ગણેશજીના આ મંદિરની દીવાલ પર ઊંધો સાથિયો દોરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં ગણપતિ દાદા ત્રણ સ્વરૂપોમાં પોતાના દર્શન આપે છે. આ મંદિરને ચિંતામન ગણપતિ દાદા મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
ગણેશજીના આ મંદિરમાં દાદાના ત્રણ સ્વરૂપો બિરાજમાન છે. ચિંતામન, ઈચ્છામન અને સિદ્ધિવિનાયક ગણપતિ. દાદા આ મંદિરમાં પોતાના આ ત્રણેય સ્વરૂપમાં બિરાજમાન છે. ગણપતિ દાદાનું આ મંદિર ઉજ્જૈનમાં આવેલું છે. આ મંદિરમાં ભકતો મંદિરની દીવાલ પર પોતાની મનોકામના માંગીને ઊંધો સ્વસ્તિક દોરે છે.
કહેવાય છે જે પણ ભકત અહીં ઊંચો સ્વસ્તિક દોરે છે. તેમની દરેક મનોકામના જરૂરથી પુરી થાય છે. માટે આ મંદિર ખુબ જ વિશેષ છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે. હજારોની સંખ્યામાં ભકતો આ મંદિરમાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરે આવતા કોઈપણ ભક્ત ખાલી હાથ પાછા ફરતા નથી.