આપણે અવાર નવાર વલ્ડ રેકોર્ડ વિષે સાંભળીએ છીએ. પરંતુ આવું પહેલીવાર સાંભળ્યું હશે કે માત્ર 19 મહિનાના બાળકે વલ્ડ રેકોર્ડ બનાવ્યો હોય. ગુજરાતના આ બાળક વિષે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ બાળકે ધૂમ મચાવી છે. લોકો આ બાળકની ખુબ ચર્ચા કરી રહ્યા છે.
ગુજરાતના ભરૂચ જિલ્લામાં રહેતા આ બાળકનું નામ આર્યન અજય ઉપાધ્યાય છે. આ બાળકે પાસે એક અદભુત કળા છે. જેના કારણે આ બાળકે વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ બાળકની ઉંમર માત્ર 19 મહિનાની છે. આ બાળકે નાની ઉંમરમાં માત્ર 45 સેકન્ડમાં 16 રંગો ઓળખીને વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
આર્યનને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યો છે. નાની ઉંમરમાં આ બાળક પાસે ખુબ બુદ્ધિમતા છે. જેનાથી તે નાની ઉંમરમાં ઘણી બધી વસ્તુઓને ઓળખી શકે છે. આ બાળક ફળો, શાકભાજી, વાહન, પક્ષીઓ, પ્રાણીઓ વગેરેને એક ઝટકામાં ઓળખી શકે છે.
નાની વર્ષની ઉંમરે આ બાળકમાં ઘણી બધી ખૂબીઓ છે. આર્યન ત્રીસ કરતા વધારે વિરુદ્ધાર્થી બોલી શકે છે તેથી સાથે સાથે આર્યન ફાર્મ એનિમલ સાઉન્ડ પણ કાઢી શકે છે. આ બાળકમાં નાની ઉંમરમાં જેટલી ખૂબીઓ છે તેના વિષે ભાગ્યે જ તમે સાંભળ્યું હશે. આટલી નાનકડી ઉંમરમાં કોઈપણ બાળક આટલી બધી વસ્તુઓને ઓળખવામાં સક્ષમ ન હોઈ શકે.
ભરૂચમાં રહેતો આર્યન ખુબ જ હોશિયાર બાળક છે. માહિતી અનુસાર આર્યનને પુસ્તકોનો ખુબ શોખ છે. જેના કારણે આર્યને માત્ર પાંચ મહિનાની નાનકડી ઉંમરથી જ બધું શીખવાનું શરૂ કરી દીધું હતું. સામાન્ય રીતે આ ઉંમરમાં બાળકોને રમવા કુદવાનો શોખ હોય છે પરંતુ આર્યને માત્ર 19 મહિનાની ઉંમરે વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેથી તેની ખુબ ચર્ચા થઇ રહી છે.