રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરનાર વ્યક્તિ બન્યો આઈએએસ અધિકારી, વગર ટ્યુશને પાસ કરી UPSC પરીક્ષા

Story

મોટા ભાગના લોકો તેમની નિષ્ફળતા માટે જીવનમાં સંસાધનોની અછતને જવાબદાર ગણે છે. તેઓ માને છે કે જો તેમને તમામ સુખ સુવિધાઓ મળી હોત તો તેઓ જીવનમાં કંઈક સારું કરી શક્યા હોત. પરંતુ વિશ્વમાં એવા લોકો છે જે ક્યારેય અછત વિશે વિચારતા નથી. તેમની એકમાત્ર વિચારસરણી સફળ થવાની હોય છે. તેઓ સખત મહેનત કરે છે અને સફળતા મેળવે છે.

કેરળના શ્રીનાથ, જે રેલવે સ્ટેશન પર કુલી રહી ચૂક્યા છે. તેમની કહાની પણ આવી જ છે. સિવિલ સર્વિસ એક્ઝામિનેશન એટલે કે UPSC એ ચક્રવ્યુહ છે, તો શ્રીનાથ એ અભિમન્યુ છે જેણે કોઈની મદદ વિના આ ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો એટલું જ નહી અને પાસ પણ કર્યું. આ પરીક્ષા ખુબ જ અઘરી હોય છે.

દર વર્ષે લાખો લોકો આ મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે એક કરતા વધુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો આશરો લે છે, જ્યારે કેરળના શ્રીનાથે આ મુશ્કેલ પરીક્ષા કોઈપણ કોચિંગ વિના પાસ કરી છે. વધુ મહત્વની વાત એ છે કે જ્યારે શ્રીનાથે આ મુશ્કેલ પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે તે રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતો હતો.

પહેલા કેરળ પબ્લિક સર્વિસ કમિશન અને પછી યુપીએસસીમાં સફળતા મેળવનાર શ્રીનાથ મુન્નારનો વતની છે. આર્થિક રીતે નબળા પરિવારમાં જન્મેલા શ્રીનાથે પોતાના પરિવારને ચલાવવા માટે એર્નાકુલમ સ્ટેશન પર કુલી તરીકે કામ કર્યું હતું. પરિવારના એકમાત્ર કમાતા સભ્ય શ્રીનાથે વર્ષ 2018 માં નક્કી કર્યું કે તે સખત મહેનત કરશે અને મોટું પદ મેળવશે.

જેથી તેની આવક વધે અને તે તેની પુત્રીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. આ પછી તેણે સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનુ નક્કી કર્યું. પરંતુ તેની આર્થિક નબળાઈ તેના માર્ગમાં સૌથી મોટો અવરોધ બનીને ઊભી રહી. શ્રીનાથ કોચિંગ સેન્ટરની ફી ભરી શકતો ન હતો અને તેના મગજમાં એક જ વાત હતી કે કોચિંગ વિના તે આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી શકશે નહીં. આ જ કારણ હતું કે તેણે KPSC ની તૈયારી શરૂ કરી.

રેલ્વે સ્ટેશન પર લગાવવામાં આવેલ ફ્રી વાઈફાઈ દ્વારા તેમનો મુશ્કેલ રસ્તો સરળ બન્યો હતો. તેણે આ વાઈફાઈથી પોતાના સ્માર્ટ ફોન પર અભ્યાસ શરૂ કર્યો. આ ફ્રી વાઈફાઈ તેમના માટે કોઈ વરદાનથી ઓછું ન હતું. તે અહીં કુલી તરીકે કામ કરતો હતો અને સમય મળતાં જ ઓનલાઈન લેક્ચર સાંભળવા લાગ્યો હતો.

પોતાના સમર્પણ અને મહેનતના આધારે શ્રીનાથે KPSC માં સફળતા હાંસલ કરી. અહીંથી તેના મનમાં વિચાર આવ્યો કે તે ફ્રી વાઈફાઈની મદદથી આ જ રીતે યુપીએસસીની પરીક્ષા પાસ કરી શકે છે. આમ શ્રીનાથે સ્ટેશન પર લગાવેલા વાઈફાઈની મદદથી તૈયારી શરૂ કરી દીધી. જો કે તે કોઈપણ કોચિંગ વિના એટલું સરળ ન હતું.
તેથી જ શ્રીનાથ પ્રથમ ત્રણ પ્રયાસોમાં નિષ્ફળ ગયો પરંતુ તેણે હિંમત હારી નહીં અને પરિણામ એ આવ્યું કે તેણે તેના ચોથા પ્રયાસમાં આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી.

આઈએએસ બનીને શ્રીનાથે એવા લાખો વિદ્યાર્થીઓ માટે દાખલો બેસાડ્યો છે જેઓ વિચારે છે કે ગરીબી તેમને આગળ વધવા દેશે નહીં. શ્રીનાથે લોકોને કહ્યું કે જો તમે ઈચ્છો તો તમે દરેક પરિસ્થિતિમાં માર્ગ શોધી શકો છો અને સફળતા તરફ આગળ વધી શકો છો. કડી મહેનત કરીને તેમણે પોતાનું નસીબ બદલ્યું.

Leave a Reply

Your email address will not be published.