કેટલીક કહાનીઓ હૃદય સ્પર્શી હોય છે. આઈએએસ હિમાંશુ ગુપ્તાની કહાની પણ આવી જ છે. સામાન્ય રીતે લોકો ગરીબીનો ભોગ બને છે. પરંતુ હિમાંશુએ પોતાનું ભાગ્ય જાતે જ લખ્યું અને સમાજ માટે એક ઉદાહરણ બની ગયો. હિમાંશુનો જન્મ ઉત્તરાખંડના અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો.
હિમાંશુના પિતા ઘર ચલાવવા રસ્તા પર સ્ટોલ લગાવીને ચા વેંચતા હતા. તેના પિતા માટે હિમાંશુને શાળાએ મોકલવાનું સહેલું ન હતું, પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે તેઓ તેમના પુત્રને શાળાએ મોકલશે. હિમાંશુએ પણ તેના પિતાને નિરાશ ન કર્યા અને ખુબ લગનથી અભ્યાસ કર્યો. હિમાંશુ દરરોજ 70 કિલોમીટરનું અંતર કાપીને શાળાએ જતો અને પાછો ફરતો.
હિમાંશુ ભણવાની સાથે સાથે તેના પિતાને ચા વેચવામાં મદદ કરતો. ધીમે ધીમે હિમાંશુ તેના અભ્યાસનો ખર્ચ જાતે ઉઠાવવા લાગ્યો. તેણે બાળકોને ટ્યુશન આપ્યા, બ્લોગ લખ્યા અને આગળના અભ્યાસ માટે પૈસા ભેગા કર્યા. ટૂંક સમયમાં તેની મહેનત રંગ લાવી. હિમાંશુ તેના પરિવારનો પ્રથમ સ્નાતક વ્યક્તિ બન્યો અને બાદમાં યુનિવર્સિટીનો ટોપ પણ બન્યો.
સ્નાતક થયા પછી હિમાંશુએ પોતાને UPSC માટે તૈયારી કરવાનું શરૂ કર્યું. તેમને વિદેશમાં પીએચડી કરવાની તક મળી. પરંતુ તેમણે યુપીએસસી પરીક્ષા આપવાનું નક્કી કર્યું. શરૂઆતના પ્રયાસોમાં હિમાંશુનું IAS ઓફિસર બનવાનું સપનું પૂરું ન થયું પરંતુ તેણે હાર ન માની. અંતે 2020 માં તેના ત્રીજા પ્રયાસમાં તે IAS માટે પસંદ થયો.