ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર બની આ ઘટના, લગ્ન કરીને આવી રહેલા નવદંપતિને નાઈટ કર્ફ્યુના ભંગ બદલ રાતભર જેલમાં રહેવું પડ્યું

Gujarat

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં ઘણા બધા લોકો ભેગા થતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારી ચાલી રહી છે. જેના લીધે સરકારની ગાઈડ લાઈન મુજબ વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. કોરોનાના વધતા જતા કેસને કારણે કેટલાક શહેરોમાં નાઈટ કરફ્યુ કરવામાં આવેલ છે. ગુજરાતના વલસાડમાં કોરોનાના કેસ વધવાને કારણે રાત્રિ કરફ્યુની કડક અમલવારી કરવામાં આવી છે.

આ વચ્ચે જ્યારે વલસાડ શહેરની બહાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી રાત્રી કર્ફ્યુ દરમિયાન પરિવારજનો શહેરમાં આવી રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ નવદંપતીને લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. પોલીસે કોરોના ગાઈડ લાઇનનો ભંગ થવાને કારણે દુલ્હા દુલ્હન અને તેમના પરિવારજનો સામે કાર્યવાહી કરી હતી.

સામાન્ય રીતે માનવતાને કારણે નવદંપતી સામે કોઈ કાર્યવાહી કરે નહીં. પરંતુ ગુજરાતમાં પ્રથમ એવી ઘટના બની છે કે, કર્ફ્યુ ભંગને કારણે પોલીસે દુલ્હા દુલ્હન અને તેમના પરિવારજનો સામે કાયદાકીય કાર્યવાહી કરી. વલસાડ શહેરના પાલડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરીને પરત ફરતા નવદંપતીને પોતાના લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી હતી. ત્યારબાદ સવારે જામીન મળતાં તેઓ છૂટા થયા હતા.

આ પ્રથમ એવી ઘટના છે જેમાં દુલ્હા દુલ્હનને લગ્નની પ્રથમ પોલીસ સ્ટેશનમા વિતાવવી પડી. લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશન વિતાવનાર વ્યક્તિનું નામ પિયુષ પટેલ છે. તેઓ જણાવે છે કે મોડું થવાને કારણે અમે પોલીસ સામે માફી માગી હતી. ઉપરાંત પરિવારજનોએ પણ કહ્યું હતું કે અમારી સામે કાર્યવાહી કરો પરંતુ નવદંપતિને જવા દો. પરંતુ પોલીસે વાત માની નહિ અને કાયદાકીય કાર્યવાહી કરી અમને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.