પિતાએ રીક્ષા ચલાવીને દીકરાને ભણાવ્યો, UPSC પરીક્ષામાં 48 મો રેન્ક મેળવીને દીકરો બન્યો ક્લેક્ટર

Story

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અથવા UPSC પરીક્ષા એ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી પરીક્ષાઓમાંની એક છે. દર વર્ષે દેશભરમાંથી લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે. પરંતુ માત્ર થોડા ઉમેદવારો જ તેમાં સફળતા મેળવી શકે છે. પરંતુ બધા લોકોની પરિસ્થિતિ સરખી નથી હોતી. કેટલાક લોકોએ ગરીબીમાં બાળપણ વિતાવ્યું હોય છે.

પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ બાળપણથી જ સંઘર્ષનું મૂલ્ય સમજે છે, તેઓ તેમના માતાપિતા પાસેથી શીખે છે કે મહેનત શું છે. IAS ગોવિંદ જયસ્વાલની કહાની પણ આવી જ છે. વર્ષ 2006 ની UPSC પરીક્ષામાં પહેલા જ પ્રયાસમાં ગોવિંદે ઓલ ઇન્ડિયા 48 મો રેન્ક મેળવ્યો હતો. તેમના સંઘર્ષની કહાની માત્ર UPSC ઉમેદવારો માટે જ નહીં પરંતુ દરેક માટે પ્રેરણાદાયી છે.

IAS ગોવિંદ જયસ્વાલ આજે જે સ્થાન પર છે તેની પાછળ તેમના પિતાની ખુબ જ મહેનત છે. એક અહેવાલ અનુસાર તેના પિતાએ રિક્ષા ચલાવીને પુત્રને શિક્ષિત અને લાયક બનાવ્યો. ગોવિંદનો આખો પરિવાર ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહે છે. ગોવિંદના પિતા નારાયણ 1995 સુધી 35 રિક્ષાના માલિક હતા.

પત્ની બીમાર પડતાં તેણે પત્નીની સારવાર માટે 20 રિક્ષા વેચવી પડી હતી. પરંતુ પત્નીનું 1995 માં અવસાન થયું હતું. ગોવિંદ જયસ્વાલે 2004-2005માં UPSCની તૈયારી માટે દિલ્હી જવાનું નક્કી કર્યું. જ્યારે ગોવિંદને પૈસાની જરૂર પડી ત્યારે તેના પિતાએ બાકીની 14 રિક્ષાઓ વેચી દીધી અને પોતે ભાડાની રિક્ષા ચલાવીને પુત્રનું સ્વપ્ન પૂરું કરવાનું નક્કી કર્યું.

એક સમયે ઘણી રિક્ષાઓ ધરાવતા પિતાએ પોતાના બાળકના ભવિષ્ય માટે બધી રીક્ષાઓને વેચીને ભાડાની રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. પણ ગોવિંદનો અભ્યાસ બંધ ન થવા દીધો. એક અહેવાલ અનુસાર ગોવિંદે તેના પિતા માટે 2012-13માં ઘર બનાવ્યું હતું. આ પરિવારો પહેલા જે ભાડાના મકાનમાં રહેતા હતા. તે મકાનનું ભાડું ગોવિંદ આજે પણ ચૂકવે છે. ગોવિંદ ખુબ જ મહેનત કરીને આ મુકામે પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published.