બહુ ઓછા લોકો બીજાના જીવનને સુધારવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા અથવા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કંઈ પણ કરી શકતા હોય છે. કર્ણાટકના હાવેરી જિલ્લાના કુનીકેરી ગામની હંચ્છમ્મા ચૌધરી કદાચ તેમનાથી એક ડગલું આગળ નીકળી ગયા છે. 75 વર્ષીય દાદી આ ગામમાં દાયકાઓથી રહે છે પરંતુ આ ગામમાં કોઈ શાળા નહોતી.
દાદી એટલા મોટા દિલના છે કે તેમણે પોતાની જમીન શાળા અને રમતનું મેદાન બનાવવા માટે દાનમાં આપી દીધી છે. ગ્રામજનોએ જણાવ્યું કે આ જમીનની કિંમત લગભગ એક કરોડ રૂપિયા છે. એક અહેવાલ મુજબ હંચમ્મા કુનીકેરીએ બાસપ્પા ચૌધરી સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓ કુનીકેરી ગામ પહોંચ્યા હતા.
તેમના પતિ બાસપ્પાનું લગભગ ત્રીસ વર્ષ પહેલા અવસાન થયું હતું. જેથી તેઓ ખેતરોમાં કામ કરતા અને સાદું જીવન જીવતા હતા. જ્યારે આ દાદીને ખબર પડી કે સરકારી અધિકારીઓ શાળા બનાવવા માટે જમીન શોધી રહ્યા છે, ત્યારે તેમણે પોતાણી અડધી જમીન દાનમાં આપવાનું નક્કી કર્યું.
થોડા દિવસો પછી દાદીને ખબર પડી કે અધિકારીઓ રમતનું મેદાન બનાવવા માટે જમીન શોધી રહ્યા છે. દાદીએ આગળ વધીને બાકીની જમીન પણ દાનમાં આપી દીધી. હંચમ્મા દાદી હવે એ જ શાળામાં મધ્યાહન ભોજન બનાવે છે. હંચ્છમાંને શાળાના બાળકો પ્રેમથી અજ્જી દાદી તરીકે બોલાવે છે.
દાદી જણાવે છે કે, મને દરરોજ ત્રણસો બાળકોને ખવડાવવામાં ખૂબ આનંદ થાય છે. દાદી કહે છે કે લોકોએ ભૂખ સંતોષવા માટે ખાવું જોઈએ, જે તેમને મળે છે. દાદીમા કહે છે કે, હું આ પૈસાનું શું કરીશ. આ બાળકો મને યાદ કરશે તે મારા માટે પૂરતું છે. આ દાદી જેવા લોકો ભાગ્યે જ જોવા મળે છે.