શાહરુખ ખાન પહેલા આ ગુજરાતી વ્યક્તિ હતો મન્નત બંગલાનો માલિક, જાણો આ 200 કરોડનો બંગલો વેચવાની અદભુત કહાની

Lifestyle

બોલિવૂડનું નામ લઈએ તો શાહરૂખ ખાનનું નામ સૌથી પહેલા આવે છે અને શાહરૂખનું નામ લઈએ તો તેમના બંગલો મન્નત નો ઉલ્લેખ આવે છે. મુંબઈ જનાર દરેક વ્યક્તિ પણ મન્નતની સામે તસવીર લઈને આવે છે. સામાન્ય દિવસોમાં પણ શાહરૂખના ઘરની સામે લગભગ બસ્સો થી પાંચસો લોકોનો જમાવડો હોય છે. મુંબઈના બાંદ્રામાં આવેલ મન્નત બંગલો લક્ઝરીનું પ્રતિક છે. પણ શાહરુખ પહેલા અહીં કોણ રહેતું હતું તેના વિષે ભાગ્યે જ કોઈ જંતુ હશે. તો આવો જાણીએ તેના વિશે.

મન્નત બંગલાનું નામ પહેલા વિલા વિયેના હતું. તેના મૂળ માલિક કેકુ ગાંધી હતા. જેઓ ગુજરાતી મૂળના પારસી વ્યક્તિ હતા. કેકુજી પ્રખ્યાત કારીગર અને ગેલેરીસ્ટ હતા. વિલા વિયેનાની બાજુમાં આવેલી ઈમારત જેનું નામ કેકી મંઝિલ હતું. તે પણ આ જ ગુજરાતી માલિકની હતી. કેકુજીના દાદા માણેકજી બાટલીવાલા કેકી મંઝિલમાં રહેતા હતા. તેના પુત્ર એટલે કે કેકુ ગાંધીની માતા વિલા વિયેના એટલે કે મન્નત બંગલોમાં રહેતી હતી.

નાણાકીય નુકસાનને કારણે માણેકજી બાટલીવાલાએ વિલા વિયેના લીઝ પર દીધી અને તેમનો આખો પરિવાર કેકી મંઝિલમાં રહેવા લાગ્યો. આખરે વિલા વિયેના નરીમાન દુબાશ નામના વ્યક્તિનું બની ગયું. શાહરૂખ ખાને આ ઘર નરીમાન દુબાશ પાસેથી 13.32 કરોડમાં ખરીદ્યું છે.

એવું કહેવાય છે કે શાહરૂખ ખાને દુબાશને ઘર વેચવા માટે ખુબ જ મનાવવું પડ્યું હતું. કારણ કે શાહરુખ ખાન તેના સ્થાન અને વિસ્તાર વગેરેને કારણે તે બંગલોને ખરીદવા માટે આતુર હતો. શરૂઆતમાં શાહરૂખ પોતાના નવા ઘરનું નામ જન્નત રાખવા માંગતો હતો. પરંતુ એકવાર તેણે ઘર ખરીદ્યું તો તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અને તેથી તેણે પોતાના ઘરનું નામ મન્નત રાખ્યું.

Leave a Reply

Your email address will not be published.