માતાનું અપમાન થતા નક્કી કર્યું પોલીસ અધિકરી બનવાનું, આજે બસ કંડકટરની દીકરી બની IPS અધિકારી

Story

દેશની સૌથી અઘરી પરીક્ષા UPSC ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં સફળ થવા માટે ખુબ મહેનત કરવી પડે છે. આપણા દેશમાં ઘણા બધા ઓફિસરો એવા છે જેમણે પોતાના બાળપણમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જો કે છતાં પણ તેમણે રાત દિવસ મહેનત કરીને પોતાના સપનાઓ પૂરા કર્યા છે.

આજે અમે તમને આવી જ એક અધિકારીની સફળતાની કહાની જણાવીશું જેણે પોતાની માતાનું અપમાન થતું જોઈને અધિકારી બનવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ IPS ઓફિસર શાલિની અગ્નિહોત્રી છે. જે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના નાનકડા ગામ ઠઠલની રહેવાસી છે.

IPS ઓફિસર બન્યા બાદ શાલિનીએ એક એવી ઓળખ બનાવી છે કે હવે અપરાધી તેમના નામથી પણ થરથર કંપે છે. શાલિની અગ્નિહોત્રી જણાવે છે કે બાળપણમાં એકવાર તે પોતાની માતા સાથે બસમાં મુસાફરી કરી રહી હતી. આ સમયે એક વ્યક્તિ તેની માતાની સીટ પાછળ હાથ રાખેલો હતો. જેનાથી તે સરખી રીતે બેસી શકતી નહોતી.

તેની માટે ઘણીવાર તે વ્યક્તિને હાથ હટાવવા માટે કહ્યું, પરંતુ તે વ્યક્તિએ તેનો હાથ હટાવ્યો નહીં અને કહ્યું કે તું કઈ DCP નથી કે તું કહે એમ હું કરું. આ સાંભળ્યા બાદ શાલિનીએ તેની માતાને પૂછ્યું કે DCP એટલે શું ત્યારે તેની માટે કહ્યું કે તે મોટા અધિકારી હોય છે. બસ ત્યારે જ શાલિનીએ નક્કી કરી લીધું કે તે મોટી થઈને અધિકારી બનશે.

શાલિની અગ્નિહોત્રી જણાવે છે કે દસમાં ધોરણની પરીક્ષામાં તેને 92 ટકા આવ્યા હતા. પરંતુ બારમાં ધોરણમાં માત્ર 72 ટકા જ આવ્યા હતા. બારમાં ધોરણ પછી શાલિનીએ હિમાચલ પ્રદેશ એગ્રિકલચર યુનિવર્સીટીમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ શાલિનીએ યુપીએસસીની તૈયારી શરૂ કરી.

શાલિની જણાવે છે કે તેને બારમાં ધોરણમાં ઓછા ટકા આવ્યા હતા. છતાં પણ તેના માતા પિતાએ તેના પર વિશ્વાસ રાખ્યો અને તેને આગળ અભ્યાસ કરવા માટે છૂટ આપી. શાલિનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષા બાબતે તેમના ઘરના સભ્યોને જાણ નહોતી.

તેઓ જણાવે છે કે તેમણે ઘરે આ બાબતે એટલા માટે વાત ન કરી કે જો તે આટલી મોટી પરીક્ષામાં અસફળ થશે તો ઘરના સભ્યો નિરાશ થઇ જશે. આ પરીક્ષાની તૈયારી માટે શાલિનીએ કોંચીંગ ક્લાસનો સહારો પણ નથી લીધો. જોકે શાલિનીએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ તેમણે IPS માટે પસંદ કરવામાં આવ્યા.

શાલિની અગ્નિહોત્રીના પિતા રમેશ અગ્નિહોત્રી બસ કંડકટર હતા. પરંતુ તેમણે પોતાના બાળકોને ભણાવવામાં કોઈ ખામી નહોતી રાખી. શાલિનીની મોટી બહેન ડોક્ટર છે જયારે તેનો ભાઈ એનડીએ પાસ કરીને આર્મીમાં જોડાયો છે. ટ્રેનિંગ પૂરી ત્યાં બાદ શાલિનીની પહેલી પોસ્ટિંગ હિમાચલમાં થઇ હતા.

તેઓ હિમાચલના કુલ્લુ જિલ્લામાં પોલીસ અધિકારીની પોસ્ટ પર હતા. ત્યાર બાદ તેમણે નશાનો વહીવટ કરતા લોકો સામે અભિયાન શરૂ કર્યું અને કેટલાક મોટા અપરાધીઓને જેલમાં પહોંચાડી દીધા. શાલિની અગ્નિહોત્રીની ગણતરી સાહસી અને નીડર પોલીસવાળામાં કરવામાં આવે છે. શાલિનીના નામથી અપરાધીઓ થરથર કંપે છે.

શાલિની અગ્નિહોત્રીએ આઇપીએસ અધિકારી સંકલ્પ શર્મા સાથે લગ્ન કર્યા. સંકલ્પ શર્મા 2012 ની બેચના આઈપીએસ અધિકરી છે. સંકલ્પ શર્માએ બીટેક અને એમટેક બાદ સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું હતું. હાલ સંકલ્પ શર્મા બદાયું જિલ્લાના એસએસપી છે. સંકલ્પ સખત એક્શન લેવા માટે જાણીતા છે.

Leave a Reply

Your email address will not be published.