નાનકડી દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા કિશન ભરવાડ સાથે જોડાયેલો છે આ મામલો, સત્ય હકીકત જાણીને તમને પણ આંચકો લાગી જશે

Gujarat

આપણે સૌ જાણીએ છીએ હાલ સોશિયલ મીડિયામાં કિશન ભરવાડની ખુબ ચર્ચા થઇ રહી છે. અમદાવાદના ધંધુકાના રહેવાસી કિશન ભરવાડની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે હત્યા કરવામાં આવી હતી. કિશનના ઘરની પાસે જ તેને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો હતો. તેની હત્યા થતા પરિવારને ખુબ આઘાત લાગ્યો છે.

કિશન ભરવાડને ત્યાં વીસ દિવસ પહેલા જ દીકરીનો જન્મ થયો છે. જન્મતાની સાથે જ દીકરી પરથી પિતાનું સુખ છીનવાઈ જતા પરિવારને આઘાત લાગ્યો છે. આ નાનકડી બાળકીએ જન્મતા જ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ જાણીને લોકો ભાવુક થઇ ગયા છે. તેના પરિવારની હવે એક જ માગ છે કે 20 દિવસની દીકરીના પિતાની હત્યા કરનારાને સજા મળે અને પરિવારને ન્યાય મળે.

કિશન ભરવાડ લીંબડીના ચૂડા તાલુકાના ચચાણા ગામના રહેવાસી હતા. તેઓ ધંધૂકાના મોઢવાડા વિસ્તારમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, માતા પિતા અને 20 દિવસની દીકરી છે. કિશન ભરવાડ ઝેરોક્સની દુકાન ચલાવીને પરિવારનું ભારણ પોષણ કરતા હતા. સાથે સાથે તેઓ પશુપાલનનો વ્યવસાય પણ કરે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કિશન ખૂબ જ વ્યવસ્થિત વ્યક્તિ હતો. કોઈપણ વ્યક્તિ સાથે તેને દુશ્મની હતી નહિ. કોઈ ખોટા રસ્તે પણ ચડેલો છોકરો નહોતો અને ખૂબ જ સારો હતો. લોકોના કહેવા પ્રમાણે કિશન ઈમાનદારીથી કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. કિશનના મરણથી પરિવાર સહીત ગ્રામજનોને પણ મોટો ઝટકો લાગ્યો છે.

કિશન ભરવાડના ઘરે હજી 20 દિવસ પહેલાં જ દીકરીનો જન્મ થયો હતો અને ઘરમાં દીકરીના જન્મની ખુશીઓ મનાવાઇ રહી હતી. પિતા કિશન હજી દીકરીને ભરપૂર રીતે પિતાનો પ્રેમ આપે એ પહેલા જ કિશનની કટ્ટરવાદી માનસિકતા ધરાવતી વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. જેથી નાનકડી બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આજે પરિવારની માસૂમ દીકરીને ન્યાય મળે એવી કિશનની બહેનો પણ માગ કરી રહી છે. મૃતક યુવકની પ્રાર્થના સભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જ્યાં કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ તેઓ ભાવુક થયા હતા અને ઝડપથી ન્યાય અપાવશે તેવી પરિવારને ખાતરી આપી હતી.

કિશન ભરવાડનું ઘર ધંધૂકાના મોઢવાડ વિસ્તારમાં આવેલું છે. કિશન ભરવાડ નાનકડા મકાનમાં રહેતા હતા અને ઝેરોક્ષની દુકાન ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. મોઢવાડ વિસ્તારમાં ગલીની અંદર ઘરથી 50 મીટર દૂર જ તેને ગોળી મારી દેવામાં આવી હતી. જ્યાં આ ઘટના બની ત્યાં પોલીસે બેરિકેડ્સ ગોઠવી દીધાં હતાં.

ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખ્સ દ્વારા રસ્તા પર ગોળી ચલાવી હતી. ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની તમામ દુકાનો પણ તુરત બંધ થઇ ગઈ હતી. ઘટનાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરી હતી પરંતુ સંતો મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. કિશન ભરવાડની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.