સામાન્ય રીતે IAS અધિકારીઓ વિષે સોશિયલ મીડિયા પર ઘણી બધી વાતચીત થતી હોય છે. પરંતુ ક્યારે કોઈ આઈએએસ અધિકરી પોતાની વય મર્યાદા પુરી થાય એટલે કે નિવૃત્તિ પહેલા જ રાજીનામુ આપી દે તો તેના વિષે લોકો ચર્ચાઓ કરે છે. આજે અમે તમને એવા જ એક પાટીદાર અધિકારી વિશે વાત કરીશું.
કલેકટર જેકે પટેલે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. નિવૃત્તિને એક વર્ષ પહેલાં રાજીનામુ આપ્યુ. આ પાટીદાર અધિકારીએ અચાનક રાજીનામું આપતા સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ચર્ચાઓ થવા લાગી છે. આઈએએસ અધિકારી જેકે પટેલ ઉમિયાધામ સીદસરના ટ્રસ્ટી પણ છે.
જેકે પટેલના રાજીનામુ આપવા પર લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ રાજકોટ અથવા સૌરાષ્ટ્રની કોઈ પણ બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડી શકે. જેકે પટેલ રાજકોટમાં પાટીદાર IAS ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ પણ હતા. તેમની પહેલા પણ અનેક પાટીદાર અધિકારીઓ ભૂતકાળમાં ચુંટણી લડી ચુક્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ થઈ ગઈ છે. આ રેસમાં પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ મોખરે હોવાનું મનાય છે. આ ઉપરાંત વંદનાબેન પટેલનું નામ પણ ચાલી રહ્યું છે.
વંદના પટેલ અને ગીતા પટેલ બંને પાટીદાર અનમાત આંદોલનમાંથી આગળ આવ્યાં છે. આ ઉપરાંત તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે સંપર્કમા પણ છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની 2017 ની ચૂંટણીમાં ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા.