ભારતમાં માં ખોડિયારના ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને દરેક ભક્તો ધન્યતા અનુભવે છે. ખોડિયાર માં ના કેટલાક મંદિરોમાં અવારનવાર ચમત્કાર થતા જોવા મળે છે. આજે અમે તમને એવા જ એક મંદિર વિષે જણાવીશું જેના ચમત્કાર વિષે લોકો ચર્ચા કરી રહ્યા છે.
ગુજરાતમાં માં ખોડિયારના ઘણા બધા મંદિરો આવેલા છે જેમાંનું એક છે કાગવડ ધામ. થોડા સમય પહેલા કાગવાડમાં આવેલા મંદિરમાં ચમત્કાર થયો હતો. કહેવાય છે કે આ પવિત્ર ધામ કાગવડમાં ખોડિયારમાં સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે.
ખોડિયાર માતાના આ મંદિરમાં એક કાચની પેટી મુકવામાં આવી છે. આ મંદિરમાં રાખવામાં આવેલી પેટીની અંદર સાત પગલાં જોવા મળ્યા હતા. જેની ખુબ ચર્ચા થઇ રહી છે. તેથી ત્યાંના દરેક લોકોનું એવું માનવું હતું કે આ એક ચમત્કાર છે અને આ પગલાં માતા ખોડિયારના છે. તેથી મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
આ પગલા સૌ પ્રથમ એક મજૂરને જોવા મળ્યા હતા. તેમને માતાના આ પગલા કાચની પેટી પર જોવા મળ્યા હતા. લોકો આ ઘટનાને ચમત્કાર મને છે. ધીમે ધીમે આ વાત સમગ્ર રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ. હવે તો સોશિયલ મીડિયા પર પણ માતાના આ ચમત્કારની વાત થઇ રહી છે. જે સાંભળીને લોકો ચોંકી ગયા છે.
ભક્તો મોટી સંખ્યામાં માતાજીના પગલાંના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. આ મંદિરમાં જે દિવસે આ ચમત્કાર થયેલો જોવા મળ્યો તે દિવસે ચાલીસ હજાર જેટલા ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને માતાજી પાસેથી આર્શીવાદ મેળવ્યા હતા. તે સમયે મંદિરના એક અગ્રણી વ્યક્તિએ પણ જણાવ્યું હતું કે હું આ ચમત્કાર જોવા માટે દિલ્હીથી કાગવડ આવ્યો હતો.
આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવે છે. માતાના શરણે આવતા તમામ ભક્તોના દુખડા માં દૂર કરે છે. ખોડિયાર માતાના આ મંદિરે આવતા કોઈપણ ભક્ત ખાલી હાથ પાછા ફરતા નથી. દૂર દૂરથી ભક્તો માતાના દર્શન કરવા આવે છે અને માતા દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે.