કિશન ભરવાડ કેસ ATS ની ટીમને ખોટી વાતોમાં ફેરવી રહ્યો હતો મૌલાના, ત્યાં સામેની રૂમમાંથી શબ્બીર આવ્યો અને જે બોલ્યો તેનાથી મૌલાનાનો પરસેવો છૂટી ગયો

Story

કિશન ભરવાડ હત્યા કેસ બાબતે હાલ ચર્ચા થઇ રહી છે. ધંધુકામાં રહેતા કિશન ભરવાડની એક ફેસબુક પોસ્ટ બાબતે ગત 25 જાન્યુઆરીએ હતયા કરાઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં દિલ્હી અને અમદાવાદના બે મૌલાના સહિત સાતની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસની તપાસ કરી રહેલી ગુજરાત ATS 30 જાન્યુઆરીએ દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીને અમદાવાદ લાવી હતી.

આ દરમિયાન મૌલાના કમરગની ઉસ્માનીના અનેક લોકો સાથેનાં કનેક્શન તેમજ તેના અલગ અલગ વીડિયો અને મેસેજ ATS એ મેળવી લીધા છે. જોકે પૂછપરછ દરમિયાન મૌલાના કમર ગની ઉસ્માની માસૂમ હોવાનો ડોળ કરી પોલીસને કહી રહ્યો હતો કે, તે શબ્બીરને ઓળખતો નથી અને એકપણ વાત સ્વીકારતો નહતો.

કમર ગીની ઉસ્માની પોતે માસુમ છે તેવો દેખાવ પોલીસ સામે કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન તપાસ ટીમે શબ્બીરને મૌલાનાની સામે લાવીને ઉભો રાખી દીધો ત્યારે શબ્બીરે મૌલાનાને કહ્યું કે, મૌલાના સાહેબ સલામ. આ સાંભળીને કમરગનીનો પરસેવો છૂટી ગયો. આ ઘટના બાદ તે તમામ રાજ ખોલવા લાગ્યો અને હકીકત સામે આવવા લાગી.

તપાસ દરમિયાન જાણકારી મળી છે કે કિશન ભરવાડ કેસનો આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે મૌલાના કમર ગની ઉસ્માનીના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈમાં દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીને મળ્યો પણ હતો.

ત્યાર બાદ અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું અને ચારેક મહિના પહેલાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની, મૌલાના ઐયુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે અમદાવાદના શાહઆલમમાં મુલાકાત થઈ. આ દરમિયાન ધંધુકાના યુવકને ટાર્ગેટ બનાવીને દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીએ ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી હતયાનો પ્લાન કર્યો હતો.

કિશન ભરવાડ પહેલાં પોરબંદરના સાજણ ઓડેદરાએ પણ મહંમદ પયગંબર વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાથી તેની પણ હતયા કરવાના હતા. તૈહરી કે ફરોકી ઇસ્લામિક સંગઠન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જેથી આ સંગઠન સાથે સોશિયલ મીડિયા પર કોણ કોણ જોડાયેલું છે અને કોણ તેની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરે છે, તે લોકોની ATSએ તપાસ શરૂ કરી છે. એ માટે સાયબર એક્સપર્ટ્સની મદદ પણ લેવામાં આવી છે.

મૌલાના કમર ગનીએ છેલ્લા છ મહિનામાં ગુજરાતનાં અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. હતયાના ષડયંત્રમાં વધુ મૌલવીઓનાં નામ આવી શકે છે. ચોક્કસ જાણકારી હજુ પણ સામે આવી નથી. કિશન ભરવાડ કેસમાં અત્યારસુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ સાત લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં મોઢવાના નાકે 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા પર બાઈક પર આવેલા બે શખ્સ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.

કિશન ભરવાડની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આરોપીને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી. કિશન ભરવાડને ત્યાં માત્ર વીસ દિવસ પહેલા દીકરીનો જન્મ થયો હતો પણ પિતાનો પ્રેમ મેળવ્યા પહેલા જ દીકરી પિતાવિહોણી થઇ ગઈ. કિશનની આ ઘટનાથી તમામ લોકો ચોંકી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.