સલામ છે આ વ્યક્તિની સેવાને, શહેરમાં રખડતા કૂતરાને આશરો આપવા માટે આ વ્યક્તિએ વેચી નાખ્યા પોતાના ત્રણ મકાન અને 20 કાર

Story

ગયા વર્ષે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાંથી બે દિવસમાં લગભગ 100 કૂતરાઓને કથિત રીતે ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. કમ્પેશનેટ સોસાયટી ઑફ એનિમલ્સની સભ્ય વિદ્યા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના સામે લાવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશને કૂતરાઓની સંખ્યા ઘટાડવા માટે તેમને ઝેર આપ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પ્રાણીના જીવનની કોઈ કિંમત ન ગણાય તે ખૂબ જ ક્રૂર છે. જો કે દેશમાં આવા ઘણા લોકો છે જેમણે નિરાધાર કૂતરાઓ માટે બધું બલિદાન આપ્યું છે. રાકેશ આવું જ એક જીવતું જાગતું ઉદાહરણ છે.

રખડતા કૂતરાઓને આશ્રય આપવા માટે તેણે પોતાની વીસ કાર અને ત્રણ મકાનો વેચ્યા. રાકેશે 800 થી વધુ રખડતા કૂતરા અથવા ત્યજી દેવાયેલા કૂતરા માટે શ્વાન અભયારણ્ય તૈયાર કર્યું છે. અહીં સાત ઘોડા અને દસ ગાયો પણ છે. અહીં કોઈ પ્રાણીને સાંકળોથી બાંધીને રાખવામાં આવતું નથી. જ્યારે તેને મન થાય ત્યારે તે સ્વિમિંગ પૂલમાં નાહવા જાય છે અને જ્યારે તેને મન થાય છે ત્યારે તે ખેતરમાં ઘાસ પર ચરવા લાગે છે.

રાકેશ જે કૂતરાઓને ઉછેરે છે તે માત્ર શેરીઓમાં રખડતા કૂતરા નથી. તેની પાસે એવા કૂતરા પણ છે જેઓ એક વખત મેંગ્લોર પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે. વાસ્તવમાં જે શ્વાન દળોમાં હોય છે તેઓ ઓછા સક્રિય હોવાને કારણે એક ઉંમર પછી અલગ રાખવામાં આવે છે. આ કૂતરાઓને મારી ન શકાય એટલા માટે તેમને ડોગ હાઉસમાં રાખવામાં આવે છે જેમાં રાકેશ મદદ કરે છે.

આજે રાકેશ ડોગ ફાધર તરીકે ફેમસ થઈ ગયો છે. 48 વર્ષીય રાકેશ એક બિઝનેસમેન છે જે બેંગ્લોરમાં પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલા કામ કરવાની સાથે સાથે દુનિયાભરમાં ફરતો હતો. રાકેશ વિષે તેની આસપાસના વિસ્તારના તમામ લોકો જાણે છે અને તેમના આ કામથી બધા ખુશ છે.

મીડિયા સાથે વાત કરતા રાકેશ કહે છે કે એક સમય હતો જ્યારે તે માત્ર વાહન અને મકાનને જ સફળતા સમજતો હતો. એક સમય હતો જ્યારે તેની પાસે વીસથી વધુ વાહનો હતા. પરંતુ તેની વિચારસરણી બદલાઈ ગઈ છે અને હવે તેના જીવનનો હેતુ તે બની શકે તેટલા કૂતરાઓને બચાવવાનો છે.

આ માટે તેણે પોતાની વીસથી વધુ કાર અને ત્રણ ઘર પણ વેચી દીધા. તમને જણાવી દઈએ કે ખાસ કરીને ભારતમાં આ રખડતા કૂતરાઓની હાલત વધુ ખરાબ છે. ક્યારેક રસ્તા પર કારની નીચે આવીને માર્યા જાય છે તો ક્યારેક માનવીય ક્રૂરતાનો ભોગ બને છે.

રાકેશે વર્ષ 2009 માં પોતાનું કામ શરૂ કર્યું હતું. આ વર્ષે તે પોતાના ઘરે 45 દિવસની કુતરી ગોલ્ડન રીટ્રીવર કાવ્યા લાવ્યો હતો. થોડા મહિના પછી એક ઘટના બની. હંમેશની જેમ તે તેના કૂતરા સાથે ફરવા ગયો અને તે દરમિયાન તેણે એક પપી જોયું. આ ગલુડિયાએ કોઈક રીતે વરસાદથી પોતાનો જીવ બચાવ્યો હતો.

તે તેને ઘરે લાવ્યો અને તેનું નામ લકી રાખ્યું. અહીંથી રખડતા કૂતરાઓને બચાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. શરૂઆતમાં તેની પત્નીએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેણે જમીન ખરીદી અને ફાર્મ હાઉસ બનાવ્યું અને આ કૂતરાઓને આશ્રય આપ્યો. એક બચાવથી શરૂ થયેલી આ પ્રક્રિયા સેંકડોની સંખ્યામાં પહોંચી ગઈ. જે પછી રાકેશે વોઈસ ઓફ સ્ટ્રીટ ડોગ્સ નામની સંસ્થા રજીસ્ટર કરી. જે રખડતા કુતરાના પુનર્વસન માટે કામ કરે છે.

તે આ કૂતરાઓની દેખભાળમાં દર મહિને 15 લાખ રૂપિયા ખર્ચ કરે છે. રાકેશની સંસ્થા VOSD માં 90 ટકા ફંડ તેની પોતાની ટેક ફર્મમાંથી આવે છે. તેમણે એવી ટેક્નોલોજી, સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે જે કૂતરાઓના રક્ષણમાં ઉપયોગી છે. માનસિક, શારીરિક અને તબીબી રીતે બીમાર કૂતરાઓની અહી કાળજી લેવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે રાકેશ પોતાના ફાર્મ હાઉસમાંથી પોતાની આઈટી ફર્મ ચલાવે છે. તે પોતાનું તમામ કામ ઓનલાઈન ઈન્ટરનેટ દ્વારા જ કરે છે. રખડતા બેઘર કૂતરાઓને નો કિલ નીતિ સાથે ઘરો મળ્યા છે. આજે તેમની સંભાળ લેવા માટે એક આખી ટીમ અહીં હાજર છે. જ્યારે કુતરા બીમાર હોય ત્યારે પશુ ચિકિત્સકો હોય છે અને જ્યારે પણ તેમને ભૂખ લાગે ત્યારે તેમને ખાવાનું મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.