આ ટેણીયો છે વિશ્વનો સૌથી નાનો અમીર વ્યક્તિ, માત્ર છ વર્ષની ઉંમરે અબજોની સંપત્તિનો માલીક

World

સામાન્ય રીતે 6 વર્ષના બાળકને રમવા કુદવામાં રુચિ હોય છે. આટલી નાની ઉંમરના બાળક પાસે કપડાં, ક્રિકેટ કિટ્સ, વિડિયો ગેમ્સ, રમકડાં, પુસ્તકો, રંગીન પુસ્તકો અને તેના જેવી રમવા કુદવાની વસ્તુઓ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા બાળક વિષે જણાવીશું જેની પાસે માત્ર છ વર્ષની ઉંમરમાં બંગલો, કાર, જેટ બધું જ છે.

નાનકડી ઉંમરમાં આ બાળક પાસે ઘણી બધી સંપત્તિ છે. નાઇઝીરીયાના મોહમ્મદ અવલ મુસ્તફા વિશ્વના સૌથી યુવા અબજોપતિ છે. ઇન્સ્ટાગ્રામ પર momphajnr નામનું આ બાળકનું એકાઉન્ટ જોઈને મોટાથી મોટા અમીર પણ દંગ રહી ગયા છે. અવલ મુસ્તફા પાસે એકથી એક મોંઘા વાહનો અને પ્રાઈવેટ જેટ છે.

આટલું જ નહીં છ વર્ષની ઉંમરે તેમનો પોતાનો બંગલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અવલ મુસ્તફા નાઈજીરિયાની રિચ સેલિબ્રિટી ઈસ્માઈલિયા મુસ્તફાનો પુત્ર છે. આ બાળકના ઈન્સ્ટાગ્રામ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. 2018 માં મોમ્ફા સિનિયરે મોમ્ફા જુનિયરને તેના છઠ્ઠા જન્મદિવસે એક ઘર ભેટમાં આપ્યું હતું.

જો તમે અવલ મુસ્તફાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈને જુઓ તો દરેક પોસ્ટ ફક્ત સમૃદ્ધિ દર્શાવે છે. મુસ્તફાની જેટલી ઉંમરમાં જયારે આપણે ક્રિકેટ રમવાને લઈને લડતા હતા ત્યારે આ નાનકડો બાળક પોતાના આલીશાન ઘરમાં એશનું જીવન જીવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ બાળકની કાર અને બંગલા સાથેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.