દર વર્ષે ઘણા લોકો દીક્ષા લેતા હોય છે પરંતુ જ્યારે કોઈ નાની ઉંમરે દીક્ષા લે છે ત્યારે તેની ખૂબ ચર્ચાઓ થતી હોય છે. હાલ દીક્ષા મહોત્સવ યોજાશે જેમાં સુરતનો 14 વર્ષનો રૈવત કુમાર દીક્ષા લેશે. તેમના પરિવારમાંથી અગાઉ પણ આઠ લોકોએ દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવ્યો છે. આ દીક્ષા દિક્ષાદાનેશ્વરી ગુણરત્નસુરી મહારાજના ગ્રુપમાં થશે. રૈવત કુમાર કરોડોની સંપતિનો ત્યાગ કરી દીક્ષા લેશે.
રૈવત કુમાર નીરવભાઈનો પુત્ર છે. નીરવભાઈની દીકરીએ પણ ચાર વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ રૈવત સંયમની તાલીમ લઈ રહ્યો હતો. અઢી વર્ષની તાલીમ બાદ ફેબ્રુઆરી માસમાં રૈવત દીક્ષા લેશે. માં બાપનો એકનો એક દીકરો સંયમના માર્ગે જવા છતાં માટે પિતા ખુશીથી વિદા કરી રહ્યા છે. માત્ર 14 વર્ષની ઉંમરમાં રૈવત સંયમના માર્ગે જશે.
રૈવત કુમારે પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો. પરંતુ સંસારના વિલાસી વાતાવરણમાં ક્યાંય રૈવતનું મન નહોતું લાગતું. તેને જૈન શાસનને જાણવાનો જિજ્ઞાસુભાવ ખુબજ હતો. જ્યારે તે ગુરુકુલવાસમા તાલીમ માટે ગયો ત્યારે તેને પરિવારની બિલકુલ યાદ નહોતી આવતી. તાલીમ માટે આવ્યા બાદ રૈવત ઘરે પાછો પણ નથી ફર્યો એટલો તેનો વૈરાગ્ય ભાવ હતો. તેથી તેણે સંસાર છોડી સંયમના માર્ગે ચાલવાનું નક્કી કર્યું.
આટલી નાની ઉંમરમાં કરોડોની સંપત્તિ છોડીને દીક્ષા લેવી તે ખૂબ મોટી વાત છે. લોકો આ બાળકના ભક્તિભબની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સાથોસાથ આ બાળકના માતાપિતાએ બાળકને આપેલા સંસ્કારના પણ વખાણ કરી રહ્યા છે.