ગુજરાતની આ દીકરી માત્ર 25 વર્ષની ઉંમરે બની DySP, આકરી મહેનત કરી માતાપિતાનું નામ રોશન કર્યું

Story

આજના સમયમાં મોટા ભાગના યુવાનો અને યુવતીઓ સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. GPSC અને UPSC પરીક્ષા ખુબજ અઘરી હોય છે. દરેક વ્યક્તિ પરીક્ષા પાસ કરવાના સપના જુએ છે. પરંતુ ખુબજ ઓછા લોકો આ પરીક્ષામાં સફળ થાય છે. આજે અમે તમને એક એવી દીકરી વિષે જણાવીશું જેણે મુશ્કેલીઓનો સામનો કરીને આ કઠિન પરીક્ષા પાસ કરી છે.

સાબરકાંઠાના ઇડર તાલુકાની રબારી સમાજની દીકરીએ માત્ર 25 વર્ષની ઉંમરે UPSC પરીક્ષા પાસ કરી છે. અને Dysp બનીને માતાપિતા અને સમાજનું ગૌરવ વધાર્યું છે. હાલના સમયમાં ઘણા બધા વિધાર્થીઓ આ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં મનીષા બહેન દેસાઈ આ પરીક્ષા પાસ કરીને તેમના માટે પ્રેરણારૂપ બન્યા છે.

મનીષા બહેનનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમણે 22 વર્ષની ઉંમરે પોતાનો એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યાબાદ તેમણે GPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું. જેથી તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. મનીષા બહેને ખુબ મહેનત કરી અને હાલ Dysp બનીને તેમના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે.

દીકરીની આ સફળતાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. મનીષા બહેને નાનકડી ઉંમરમાં સફળતા મેળવી છે. જેથી લોકો તેની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. મનીષા બહેન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલી યુવતીઓ માટે ઉત્તમ ઉદાહરણ છે. દીકરીની આટલી મોટી સફળતા જોઈને પરિવાર ખૂજબ ખુશ છે. દીકરીની સફળતાનો તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.