દુબઈમાં કરોડોની કમાણી કરતા હતા તારક મહેતા શો ના ભીડે, જાણો કઈ રીતે જોડાયા આ સીરિયલમાં

Entertaintment

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો દ્વારા લોકો તેમના સામાન્ય જીવનમાં હાસ્ય અને ખુશી કેવી રીતે લાવી શકાય તે શીખે છે. આ શોના દરેક કલાકારે લોકોના મનમાં એક ખાસ જગ્યા બનાવી છે. અને તેમાંથી એક છે સોસાયટીના સેક્રેટરી તથા શિક્ષક આત્મારામ ભીડે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે તેની વાર્તા દ્વારા લોકોના હૃદયમાં રહે છે. આ શોમાં દરેક પાત્ર તેની જગ્યાએ સંપૂર્ણ રીતે ફિટ છે. આ શોને 13 વર્ષ થઈ ગયા છે. અને 2008થી લઈને અત્યાર સુધી આ શો ટીઆરપીમાં પણ નંબર 1 છે. લોકો આ શો વિશે ખૂબ જ રસથી વાંચે છે. અને ખાસ કરીને તેના પાત્રો વિશે જાણવા ઉત્સુક રહે છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડે ઉર્ફે મંદાર ચાંદવાડકર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આત્મારામ ભીડે એટલે કે મંદાર ચાંદવાડકર એક એન્જિનિયર છે. તે ખૂબ જ શિક્ષિત છે. શો માં આવતા પહેલા તેઓ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા.

દુબઈની એક મલ્ટીનેશનલ કંપનીમાં તેની સારી નોકરી પણ હતી. પરંતુ તેને હંમેશા એક્ટિંગ કરવાનો શોખ હતો. ભલે તે ભણીને એન્જિનિયર બન્યા પણ તે હંમેશા એક્ટિંગમાં જવા માંગતા હતા. જ્યારે તે નોકરી માટે દુબઈ ગયા ત્યારે તેને વધુ સમજાયું કે તેણે જીવનમાં એક્ટિંગ કરવી જોઈએ. બસ ત્યારે જ તે સારી એવી નોકરી છોડીને ભારત આવ્યા.

વર્ષ 2000 માં ભારત પાછા ફર્યા પછી મંદાર ચાંદવાડકર સૌપ્રથમ થિયેટર સાથે જોડાયા. તેમણે શરૂઆતમાં મરાઠી સિરિયલો કરી. ત્યારબાદ ધીરે ધીરે એક્ટિંગમાં આગળ વધ્યા. વર્ષ 2008માં તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાવાનો મોકો મળ્યો. આ દરમિયાન તેણે આ તક હાથથી જવા ન દીધી. તેણે તેનું પાત્ર કેવું હશે તે સાંભળ્યું અને શો માટે હા પાડી.

ખાસ વાત એ છે કે શો માં ભીડેની પત્નીનું પાત્ર ભજવતી માધવી એટલે કે સોનાલિકા જોશીના કારણે ભીડેને આ રોલ મળ્યો હતો. કારણ કે તે બંનેએ અગાઉ સાથે કામ કર્યું હતું. તેથી સોનાલિકા જોશીએ તેને આ શો માટે લોબિંગ કર્યું. આ પાત્ર ભજવ્યાને 13 વર્ષ થઈ ગયા છે અને આજે લોકો તેને મંદારના નામથી ઓછા પરંતુ ભીડેના નામથી વધુ ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published.