લોકો સાચું જ કહે છે કે દુનિયામાં કોનું ભાગ્ય ક્યારે, ક્યાં અને કેવી રીતે બદલાશે તે કોઈ નથી જાણતું. આજે અમે તમને એક એવા જ ગામ વિશે વાત કરી રહ્યા છે. જે ગામના 31 લોકો રાતોરાત કરોડપતિ બની ગયા છે.
ફેબ્રુઆરી 2018 સુધી પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ બોમજા પણ ભારતના અન્ય સામાન્ય ગામની જેવું જ હતું. પછી કઈંક એવું થયું કે તે ગામના એક કે બે નહીં પરંતુ 31 પરિવારોની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ.
લગભગ એક દિવસમાં આ ગામના લોકો કરોડપતિ બની ગયાં અને આ ગામ એશિયાના સૌથી અમીર ગામોની લિસ્ટમાં શામિલ થઈ ગયું. આ બધું કેવી રીતે થયું. આવો જાણીએ આજના આ લેખમા.
આ બધું 7 ફેબ્રુઆરી, 2018 ના રોજ બન્યું હતુ. સંરક્ષણ મંત્રાલયે તવાંગ ગૈરીસનમાં મુખ્ય સ્થાન યોજના એકમ સ્થાપવા માટે ગામની લગભગ 200 એકર જમીન હસ્તગત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગામમાં રહેતા કુલ 31 પરિવારોને 41 કરોડ રૂપિયાની મોટી રકમ વળતર રૂપે આપવામાં આવી હતી. આ રીતે આ ગામમાં દરેક લોકો રાતોરાત કરોડપતિ બની ગયા.