અદભુત છે ભગવાન શિવના નવમા જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથની કહાની, મુઘલ બાદશાહ ઔરંગઝેબ આ મંદિર તોડવા ગયો અને પછી જે થયું

Religious

કાશી એ ભારતના સૌથી પ્રાચીન અને આધ્યાત્મિક શહેરોમાંનું એક છે. આ શહેર ખુબ જ રમણીય છે. કાશી વિશ્વનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં નવમું સ્થાન ધરાવે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત એક વાર્તા અનુસાર આ સ્થાન ભગવાન શિવ અને માતા પાર્વતીનું મૂળ સ્થાન છે. આ મંદિર ઘણા રહસ્યોથી ભરેલું છે.

એવું કહેવાય છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળ પર બિરાજે છે. ભગવાન શિવની આ પવિત્ર નગરી ગંગા વરુણ અને અસ્સી ઘાટના મિલનને કારણે બની હતી. ધાર્મિક ગ્રંથો અનુસાર અહીં લગભગ 30 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે. આ શહેરમાં ઘણા મંદિરો, ઘાટ અને પ્રવાસન સ્થળો છે. પરંતુ કાશી વિશ્વનાથ મંદિરનું મહત્વ અલગ છે. તો આવો કાશી વિશ્વનાથ મંદિરનો ઈતિહાસ જાણીએ.

ઈતિહાસકારોના મતે આ મંદિર 11 મી સદીમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ 1194 માં આ ભવ્ય મંદિર મુહમ્મદ ઘોરી દ્વારા તોડી પાડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ઇલ્તુત્મિશના શાસન દરમિયાન તેનું પુનનિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ જૌનપુરના સુલતાન મહમૂદ ઘોરી દ્વારા 1447 એડીમાં ફરી એક વાર તોડી પાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ મુઘલ શાસક અકબરના શાસન દરમિયાન રાજા માન સિંહ દ્વારા તેનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ છે. 1585 માં અકબરના શાસન દરમિયાન પંડિત નારાયણ ભટ્ટની મદદથી રાજા ટોડરમલ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. થોડા દાયકાઓ પછી ઔરંગઝેબે એક હુકમનામું બહાર પાડીને મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો. ત્યારબાદ મંદિરનું નિર્માણ 1780 માં ઈન્દોરની મહારાણી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું.

ગંગા નદીના કિનારે સ્થિત કાશી વિશ્વનાથ મંદિર વિશે એક દંતકથા છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત એક વાર્તા અનુસાર એક વખત ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે કોણ વધુ શક્તિશાળી છે. તે અંગે વાદ વિવાદ થયો હતો. ધીરે ધીરે આ વિવાદ એટલો વધી ગયો કે ભગવાન શિવને મધ્યસ્થી કરવી પડી. અને તેમણે એક વિશાળ જ્યોતિર્લિંગનું રૂપ ધારણ કર્યું.

ત્યારબાદ તેણે બ્રહ્માજી અને વિષ્ણુજીને તેની ઊંચાઈ અને સ્ત્રોત જાણવા કહ્યું. આ સાંભળીને બ્રહ્માજી પોતાના હંસ પર સવાર થઈને તેનો અંત જાણવા ગયા. બીજી બાજુ શ્રી હરિ ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થયા અને જ્યોતિર્લિંગના સ્ત્રોતને શોધવા નીકળ્યા. એવું કહેવાય છે કે ઘણા યુગો સુધી બંનેએ જ્યોતિર્લિંગના સ્ત્રોત અને અંતને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

અંતે વિષ્ણુ ભગવાને હાર સ્વીકારી અને ભગવાન શિવના આ સ્વરૂપની સામે પ્રણામ કર્યા. બીજી તરફ બ્રહ્માજી પોતાની હાર સ્વીકારતા નથી અને જુઠ્ઠું બોલે છે કે તેમને આનો અંત મળી ગયો છે. આ સાંભળીને ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે. અને બ્રહ્માજીને શ્રાપ આપે છે કે તેમની ક્યારેય પૂજા નહીં થાય. એવું કહેવાય છે કે પૃથ્વીની અંદર જ્યાં પણ આ સ્તંભમાંથી ભગવાન શિવનો દિવ્ય પ્રકાશ નીકળ્યો. ત્યાં તેને 12 જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિર પણ આ જ્યોતિર્લિંગોમાંનું એક છે.

Leave a Reply

Your email address will not be published.