જવેલરી વેપારીની દીકરી માત્ર 13 વર્ષની ઉંમરે લેશે દીક્ષા, કરોડોની સંપત્તિ અને વૈભવી જીવન છોડી સંયમના રસ્તે

India

સામન્ય રીતે લોકો દીક્ષા લેતા હોય છે. પરંતુ જ્યારે નાની ઉંમરમાં કોઈ સંયમનો માર્ગ અપનાવે છે ત્યારે લોકો તેના વિશે ખૂબ ચર્ચાઓ કરે છે. ત્યારે હાલમાં જ માત્ર 13 વર્ષની દીકરી દીક્ષા લેવા જઈ રહી છે. જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. રાજસ્થાનની રાજસમંદની દીકરી શિવાંગી સાંસારિક જીવન છોડીને સંયમના માર્ગે જઈ રહી છે.

શિવાની રાજસ્થાન લીંબોડી ગામમાં રહે છે. તે માત્ર 13 વર્ષની છે. તેણે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. શિવાંગીના પિતા અંકિત ગન્ના જ્વેલરીનો વ્યવસાય કરે છે. અંકિત ભાઈની દીકરી શિવાંગી પોતાના 14 માં જન્મદિવસના 8 દિવસ પહેલા દીક્ષા લેશે. શિવાંગી બાળપણથી જ ધાર્મિક વાતોમાં રસ ધરાવતી હતી. તેને સાધ્વીઓ સાથે રહેવું ખૂબ પસંદ હતું. તેથી તેણે સંયમનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું.

શિવાંગીએ જ્યારે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું ત્યારે તેની વાત સાંભળીને પરિવાજનો ચોંકી ગયા હતા. તેના પરિવારના લોકોએ પહેલા તો શિવાંગીને સંસાર ન છોડવા માટે મનાવી. પરંતુ શિવાંગીને સંસારી વાતાવરણમાં મન નહોતું લાગતું. તેથી તેણે પરિવારની વાત માની નહિ. અંતે શિવાંગીના પરિવારજનો શિવાંગીની વાત માની ગયા.

શિવાંગી છેલ્લા સાત મહિનાથી સાધ્વીઓ સાથે રહેતી હતી. તેને સાધ્વીઓ સાથે રહેવું ખૂબ પસંદ હતું. શિવાંગીએ જૈન સાધ્વીઓ સાથે 400 કિલોમીટરની પગપાળા યાત્રા પણ કરી છે. શિવાંગી 17 ફેબ્રુઆરીએ જૈન સંપ્રદાયમાં દીક્ષા લેશે. વેપારીની દીકરી નાનકડી ઉંમરે સંયમનો માર્ગ અપનાવશે. શિવાંગીએ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

શિવાંગીને સંસારી વાતાવરણમાં મન નહોતું લાગતું. તેને ધાર્મિક વાતોમાં રસ હતો. તેથી માત્ર ચાર ધોરણ સુધી અભ્યાસ કરીને તેણે ભણવાનું છોડી દીધું. અને જૈન સાધ્વીઓ સાથે રહેવા લાગી. જૈન સાધ્વીઓના સાનિધ્યમાં શિવાંગીએ શિક્ષણ મેળવવાની શરૂ કર્યું. જ્યારે શિવાંગીને કોઈ કહ્યું કે તારી ઉંમર નાની છે તું મોટી થઈને દીક્ષા લેજે. ત્યારે શિવાંગીએ તેને કહ્યું તમે તો મોટા છો તો કેમ સંસારની મોહમયા રાખીને જીવો છો.

શિવાંગીએ કહ્યું દીક્ષા લેવા માટે ઉંમર નથી જોવાની. પ્રભુ પ્રત્યેની ઈચ્છાથી બધી થાય છે. 17 ફેબ્રુઆરીએ શિવાંગી જૈન સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરશે. તે વિજય પદ્મભૂષણ રત્નસુરિશ્વર મહારાજ અને અન્ય 46 સાધુ સાધ્વીઓની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરશે. ગન્ના પેઢીમાં અત્યાર સુધીમાં દસ વ્યક્તિએ સંયમનો માર્ગ અપનાવ્યો છે. શીવાંગીની માતાએ કહ્યું મારી દીકરી દીક્ષા લઈ રહી છે. તેનાથી મને ખૂબ આનંદ છે.

Leave a Reply

Your email address will not be published.