કચ્છમાં માતાના મઢમાં આજે પણ સાક્ષાત બિરાજે છે આશાપુરા મા, 2001 ના ભૂકંપ વખતે માતાએ આપ્યો હતો આ પરચો

Religious

ગુજરાતમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. દરેક મંદિરોમાં ભક્તો પૂરી શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે. દરેક મંદિર સાથે કોઈને કોઈ રહસ્ય જોડાયેલું હોય છે. આજે અમે તમને એવા જ એક રહસ્યમયી મંદિર વિશે જણાવીશું. કચ્છનાં ભુજમાં માં આશાપુરાનું ભવ્ય મંદિર આવેલું છે. જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.

આશપુરા માં ને મઢવાળા માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના આ મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. અને ધન્યતા અનુભવે છે. માં આશાપુરા દરેક ભક્તની આશાઓ પૂરી કરે છે. માતાના આ મંદિરમાં સત અને ચમત્કારના પરચાઓ જોવા મળે છે. ભુજમાં આવેલું આ માતાનું ધામ લાખો ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે.

વર્ષો પહેલા કચ્છમાં ભારે ભૂકંપનો આંચકો આવેલો હતો. બધું વેર વિખેર થઈ ગયું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે માં આશાપુરાની અખંડ જ્યોત ત્યારે પણ પ્રજ્વલિત રહી. આ મંદિરનું ખુબ જ મહત્વ છે. ભક્તો દૂર દૂરથી માતાના આ મંદિરે દર્શન કરવા આવે છે. અને માતા દરેક ભક્તની મનોકામના પુરી કરે છે.

આશાપુરા માતાના આ મંદિરમા ઘણા બધા ચમત્કાર જોવા મળ્યા છે. કહેવાય છે કે એમાં આશાપુરા અહીં સાક્ષાત બિરાજે છે. વર્ષ 1610 ના રાજાશાહી સમય દરમિયાન આ મંદિરમાં માં આશાપુરાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં બે મૂર્તિઓ મુકવામાં આવી છે.

ભુજના આશાપુરા મંદિરમાં 1555 માં રાજા ખેંગારજી દ્વારા માતા દુર્ગાની મૂર્તિ ભેટ કરવામાં આવી હતી . પરંતુ મુઘલ સામ્રાજ્ય દરમિયાન આ મંદિરને વારંવાર ખંડિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે મંદિરના મહંત આ મૂર્તિને સંતાડીને ભૂગર્ભમાં લઇ ગયા હતા. ત્યારબાદ અહીં અંજારના મેઘજી શેઠ દ્વારા બીજી મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આમ આ મંદિરમા બે મૂર્તિઓ મુકવામાં આવી હતી.

વર્ષ 2001 માં કચ્છમાં ભારે ભૂકંપ આવ્યો હતો. કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. આ ભયંકર ભકંપ વખતે મંદિરમાં પણ બધું પડી ગયું હતું. પરંતુ ગજબની વાત એ છે કે ભૂકંપ સમયે પણ માતાની અખંડ જ્યોત પ્રજ્વલિત રહી હતી. આ ભૂકંપ દરમિયાન કાટમાળના ઢગલા થયો ગયા હતા. જેથી બાજુના ગામમાં જઈ શક્ય તેમ નહોતું.

નવાઈની વાત એ છે કે આવી ભયાનક સ્થિતિમાં પણ 5000 લિટરના પાણીના ટાંકામાં પાણી નહોતું ખુટ્યું. જેથી લોકોને ભોજનની અડચણ નહોતી આવી. આવી ભયાનક સ્થિતિમાં પણ માતાએ ભક્તોને ભૂખ્યા નહોતા રાખ્યા. આ દરમિયાન લકોએ માતાના પરચાનો અનુભવ કર્યો હતો.

આજે પણ જે કોઈ ભક્ત પુરી શ્રદ્ધાથી માતાના દર્શને જાય છે તેમની દરેક મનોકામના માતા પૂર્ણ કરે છે. ભક્તોની દરેક આશા પુરી કરતા હોવાથી જ માતા આશાપુરા માં તરીકે ઓળખાય છે. દરેક ભાવિ ભક્તો આશાપુરા માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે પણ મઢવાળા માતાના પરચાઓ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.