કિશન ભરવાડની બારમાની વિધિમાં દીકરાના ફોટાને હાર ચડાવતા ભાવુક થયા કિશનના પિતા, જે હાથે દીકરાને લાડ લડાવ્યા હતા તે જ હાથે કરવી પડી ઉત્તરક્રિયા

Gujarat

ધંધૂકામાં બનેલી ઘટના વિશે લગભગ સૌ કોઈ જાણે છે. ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા ગોળી મારી હતયા કરવામાં આવી હતી. કિશનની હતયા થતા પરિવારને ખુબ આઘાત લાગ્યો છે. ત્યારે કિશનના પિતાને જે હાથ લાડ લડાવ્યા તે જ હાથે કિશનના બારમાની વિધિ કરવી પડી.

કિશનના સસરા જેસંગભાઈ પણ જમાઈનું અવસાન થતા ખુબ દુખી છે. કિશનની પત્નીની આંખમાં આંસુ સુકાતા નથી. કિશનની બારમાની વિધિ તેના વતન ચચાણામાં કરવામાં આવી હતી. આ દરમિયાન દીકરાના ફોટાને હાર પેરાવતા કિશનના પિતા ભાવુક થઇ ગયા. કિશનના નાના ભાઈએ કિશનના બારમાની તમામ વિધિ કરી હતી.

કિશનના સસરા જેસિંગભાઇ વડોદરાથી ધંધૂકાના ચચાણા ખાતે જમાઈની ઉત્તરક્રિયામાં પહોંચ્યા હતાં. માલધારી સમાજ બારમાની વિધિમાં હાજર રહેવા ધંધૂકા નજીક કિશન ભરવાડના વતન ચચાણા પહોંચ્યું. ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ કિશનની ધરપકડ થઇ હતી. ત્યાર બાદ જામીન પર છૂટેલા કિશન સાથે સમાધાન થયું હતું.

બાદમાં વિધર્મીઓએ તેની ભરબજારમાં ગોળી મારી હતયા કરી નાખી. કિશનની હત્યાથી તેના પરિવાર સાથે સમગ્ર માલધારી સમાજ અને ગુજરાતમાં શોકની લાગણી છે. ત્યારે આજે વતન ચચાણા ખાતે તેનું બારમું રાખવામાં આવ્યું છે. કિશનની હતયા થતા કિશનની બારમાની વિધિ દરમિયાન માલધારી સમાજમાં શોકનો માહોલ છે.

માત્ર 20 દિવસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જે આજે એક મહિનો અને બે દિવસની થઈ છે. કિશન પિતાનું કહ્યું કે હું માત્ર એટલું ઈચ્છું છું કે મારા દીકરાને ન્યાય મળે. પોલીસ ગુંડાતત્ત્વોને પકડી લે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ મારા દીકરાની ધરપકડ થઇ અને જામીન પર છૂટ્યો. ત્યાર બાદ સમાધાન પણ થયું. જો કે તેના થોડા દિવસ બાદ તેની હતયા કરવામાં આવી.

કિશનના પિતાએ કહ્યું કે સરકાર અમને જલદી ન્યાય આપે. સરકાર પર અમને ભરોસો છે. જે હાથે દીકરા કિશનને તેમણે લાડ લડાવ્યા એ હાથે આજે તેના બેસણામાં પિતાએ ભારે હૈયા ફોટા પર ફૂલનો હાર અને માળા ચડાવ્યાં હતાં. કિશનના પિતાને કિશનની હતયાથી ખુબ આઘાત લાગ્યો છે. તેમણે પોતાના દીકરાનો સહારો ગુમાવ્યો છે. માલધારી સમાજને કિશનની ખોટ કાયમ વર્તાશે.

Leave a Reply

Your email address will not be published.