દુબઈ અને અમેરિકામાં મરચાના અથાણાંનું એક્સપોર્ટ કરી રહી છે સૌરાષ્ટ્રની આ મહિલાઓ, કરે છે લાખોની કમાણી

Story

ગુજરાતની ઘણી બધી વસ્તુઓ ખુબ પ્રખ્યાત છે. જેમાના એક વઢવાણના રાઈતા મરચાં છે. વઢવાણના આ મરચાં માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના મરચાની મહેક છેક અમરિકા, દુબઇ સહિતના કેટલાય દેશોમાં પહોંચી છે.

લોકોને વઢવાણના રાયતા મરચાં ખુબ પસંદ છે. વઢવાણમાં વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા આ પ્રખ્યાત રાઈતા મરચાનું વેંચાણ કરવામાં આવે છે. અહીંથી દેશ વિદેશમાં આ રાઈતા મરચાં મોકલવામાં આવે છે. શિયાળાની સીઝનમાં આ મરચાનું ખુબ વેંચાણ થાય છે. આ ઉદ્યોગમાં ઘણી બધી મહિલાઓ કામ કરીને રોજગારી મેળવી રહી છે.

વર્ધમાન ગૃહ ઉદ્યોગનું સંચાલન પન્નાબેન શુક્લ કરે છે. તેઓ જણાવે છે કે અમને વિદેશથી મરચાનો ખુબ મોટો ઓર્ડર આવે છે. હાલમાં જ દસ પાર્સલનો ઓર્ડર આવ્યો છે. વઢવાણના આ મીઠાશવાળા મરચાની વિદેશમાં પણ ખુબ માંગ છે. પન્નાબહેને જણાવ્યું હતું કે શિયાળામા તેમના મરચાની ખુબ માંગ હોય છે.

આ રાઈતા મરચા ગૃહ ઉદ્યોગની મહિલા ટીમ દ્વારા બનાવવામાં આવે છે. વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં 200 જેટલી મહિલાઓ કામ કરીને રોજગારી મેળવી રહી છે. આ ઉદ્યોગ દ્વારા મરચાની સીઝન દરમિયાન ચાલીસ હજાર કિલો જેટલા રાઈતા મરચાનું વેંચાણ કરવામાં આવે છે. લોકોને આ મરચાં ખુબ જ પસંદ છે.

પન્નાબહેન જણાવે છે કે તેમને ભારતમાંથી પણ અલગ અલગ વિસ્તારોમાંથી ઘણા બધા ઓર્ડર આવે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમા પણ વઢવાણના મરચાની ખુબ માંગ છે. દર વર્ષે સીઝનના 2000 મણ જેટલા મરચાનું અથાણું આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે અને વેંચવામાં આવે છે.

મહિલાઓ રાઈતા મરચા બનાવીને રોજગાર મેળવે છે. સીઝનમાં ઉદ્યોગ દ્વારા 15 થી 18 લાખના મરચાનું વેંચાણ કરવામાં આવે છે. રાઈતા મરચા ઉપરાંત આ ઉદ્યોગમાં ખાખરા, પાપડ જેવી વસ્તુઓ બનાવીને મહિલાઓ રોજગાર મેળવે છે. ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ દરરોજ 300 થી 500 રૂપિયાની કમાણી કરી રહી છે.

આ ગૃહ ઉદ્યોગ વર્ષોથી ચાલે છે. જેમાં ઘણી બધી મહિલાઓ કામ કરી રહી છે. ઉદ્યોગમાં કામ કરતા ગીતાબેન પરમાર જણાવે છે કે હું અહીં 23 વર્ષથી કાર્ય કરી રહી છું. દર વર્ષે ઉદ્યોગ દ્વારા મોટી માત્રામાં રાઈતા મરચા વિદેશમાં મોકલવામાં આવે છે. જેનાથી લાખો રૂપિયાની કમાણી થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.