અશ્નીર ગ્રોવરથી લઈને પીયૂષ બંસલ સુધી, એક એપિસોડથી અધધ આટલા રૂપિયા કમાય છે શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ

Entertaintment

સોની ચેનલનો પ્રાયોગિક બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયા હાલ હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ શોના જજ બિઝનેસમેન તરીકે લોકપ્રિય થઈ રહ્યા છે. આ જજ શો દરમિયાન સ્ટાર્ટ અપ પર પૈસા ખર્ચે છે અને ફંડિંગના નામે કરોડો રૂપિયા વહેંચે છે. આ શો માટે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. શોના ઘણા નિર્ણાયકો તેમના પૈસાનું રોકાણ કરી રહ્યા છે.

આ શોમાં ઘણા કરોડપતિ જજ સામેલ છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજોની યાદીમાં પહેલું નામ ફિનટેક ફર્મ BharatPe ના સ્થાપક અશ્નીર ગ્રોવરનું છે. તેણે IIT દિલ્હી અને IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યો છે. shaadi.com ના સ્થાપક અનુપમ મિત્તલ, બોટના સહ સ્થાપક અમન ગુપ્તા સહિત ઘણા દિગ્ગજ લોકો શો સાથે સંકળાયેલા છે.

અનુપમ મિત્તલ: લોકપ્રિય મેચમેકિંગ સાઈટ શાદી.કોમ અને ઓનલાઈન રિયલ એસ્ટેટ પોર્ટલ Makaan.com ચલાવતી મૂળ કંપની પીપલ ગ્રુપના સ્થાપક અને સીઈઓ અનુપમ મિત્તલ એક સક્રિય રોકાણકાર છે. તેમણે Big Basket, Interactive Avenues, Ola Cabs, Druva, Fab Hotels, PropTiger, DocsApp, Rupeek, Porter, Ketto, Trell, Lets Venture જેવા અનેક વ્યવસાયોમાં રોકાણ કર્યું છે. મિત્તલ દરેક એપિસોડ માટે 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અમન ગુપ્તા: વિશ્વની સૌથી મોટી હેડફોન અને ઇયરબડ નિર્માતા BoAt ના સહ-સ્થાપક અમન ગુપ્તા છે. અમન ગુપ્તાએ આ શો દરમિયાન અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. તેમની કુલ સંપત્તિ 700 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે દરેક એપિસોડ માટે 9 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ગઝલ અલઘ: ગઝલ અલઘ મામાઅર્થના સહ સ્થાપક અને સીઈઓ છે. તે એક બ્યુટી બ્રાન્ડ છે. તેમની કુલ સંપત્તિ 148 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ગઝલ અલઘ પણ શાર્ક ટેન્ક શો સાથે જોડાયેલા છે. તે પ્રતિ એપિસોડ 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

વિનીતા સિંહ: વિનીતા સિંહ સુગર કોસ્મેટિક્સના સીઈઓ અને સહ સ્થાપક છે. તે IIM અમદાવાદ અને IIT મદ્રાસની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની કુલ સંપત્તિ લગભગ 300 કરોડ રૂપિયા છે. તે દરેક એપિસોડ માટે 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

નમિતા થાપર: નમિતા થાપર બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની Emcure ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ છે. તેઓ પણ શાર્ક ટેન્ક સાથે જોડાયેલા છે. કેટલાક બિઝનેસમાં તેમણે રોકાણ કર્યું છે. તેમની કુલ સંપત્તિ 600 કરોડ હોવાનો અંદાજ છે. તે પ્રતિ એપિસોડ 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

પિયુષ બંસલ: પિયુષ બંસલ લેન્સકાર્ટ કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ છે. તે અત્યાર સુધીમાં ઘણા બધા સ્ટાઇલિશ ચશ્માના બિઝનેસને સમગ્ર વિશ્વમાં ફેલાવી ચૂક્યા છે. તેમની કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તે પ્રતિ એપિસોડ માટે 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

Leave a Reply

Your email address will not be published.