સુરતમાં એક યુવતીએ આપઘાત કર્યો છે. તેની સ્યુસાઇડ નોટમાં જે લખ્યું હતું તે જાણીને બધા ચોંકી ગયા છે. આ યુવતી સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી હતી. આ યુવતીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું તું કે વિશાલે મને લગ્નની લાલચ આપીને મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા. તેની પત્નીને પણ આ તમામ વાતની ખબર હતી છતાં પણ તેને સાથ આપ્યો. તે બંનેએ મારી જિંદગી બરબાદ કરી નાખી.
આ યુવતીએ કહ્યું કે વિશાલ મને શારીરિક ટોર્ચર કરતો હતો. મે વિશાલથી કંટાળીને આ પગલું ભર્યું છે. યુવતીએ લખ્યું હતું કે મારી લાશ વિશાલના ઘરે આપી આવજો. તો જ મારી આત્માને શાંતિ મળશે. પોલીસે વિશાલ અને તેની પત્ની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા વિસ્તારમાં બનેલી આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર આ ગુવતીએ ઘરે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ યુવતી કાપોદ્રાના ઉમરપાડા વિસ્તારમાં રહેતી હતી. આ યુવતી પરિવારને મદદ કરવા માટે હીરાના કારખાનામાં કામ કરતી હતી. આ યુવતીએ તેના પ્રેમીથી કંટાળીને ફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું છે. કાલે સવાર દર વાગ્યે યુવતીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ત્યારબાદ યુવતીને સ્મિમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.
તપાસ દરમિયાન આ યુવતી પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં તેણે લખ્યું હતું કે તેણે ડુંગરા, કામરેજમાં રહેતા વિશાલ પટેલ સાથે સંબંધ બાંધ્યા હતા. વિશાલે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જે પહેલેથી જ પરિણીત હતો. તેની પત્નીને પણ આ વાતની ખબર હતી. છતાંપણ તે વિશાલનો સાથ આપતી હતી. વિશાલે મારો ફાયદો ઉઠવ્યો છે. તેથી મે આવું પગલું ભર્યું છે.
આ યુવતીએ મરતા પહેયા કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેણે કહ્યું કે વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનથી માહિતી મેળવી લેવી. ત્યાં મે કાલે રાત્રે અરજી કરી છે. આ ઉપરાંત યુવતીએ લખ્યું હતું કે મે ઘણું બધું સહન કર્યું છે. વિશાલ મને મેન્ટલ ટોર્ચર કરતો હતો. જેથી મે આપઘાત કરવાનો નિર્ણય કર્યો છે. હું મારા માતાપિતાની માંફી માંગુ છું. મારી લાશ વિશાલના ઘરે આપી આવજો. તો જ મારી આત્માને શાંતિ થશે.