કેનેડા જઈને હેરાન થઈ ગયા આ ગુજરાતી વિદ્યાર્થીઓ, લાખો રૂપિયા ખર્ચી કેનેડા જતા પહેલા આ જાણી લેજો

World

કેનેડાની મોન્ટ્રિયલની ત્રણ કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને રડવાનો વારો આવ્યો છે. કેનેડાની આ કોલેજોમાં ભારતના 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ છે. જે લાખો રૂપિયાની લોન લઈને કેનેડા અભ્યાસ કરવા માટે ગયા છે.

કોલેજ બંધ થતા કેનેડામાં અભ્યાસ કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓ આપવીતી જણાવી રહ્યા છે. આ 3 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એડમિશન લેતાં પહેલાં કોઇપણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી બની ગયો છે. ત્યાં ગયા પછી કોલેજને લઇ ઊભી થતી સમસ્યા ગંભીર બની જાય છે.

ભારતીય એજન્ટો દ્વારા ચલાવાતા આ ડોકયુમેન્ટ ત્યાંની કોલેજો માટે પૂરતા ન હોવાથી સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. કેનેડામાં હાલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહીત સમગ્ર ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડાના કયુબેક પ્રાંતના મોન્ટ્રિયલની ત્રણ કોલેજ સીસીએસકયુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ કોલેજને તાળા લાગી ગયા.

જેથી અંદાજે બે હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. ગુજરાતી વિદ્યાર્થીઓ ટોરન્ટો,આલ્બર્ટાના કેલગરી અને એડમોન્ટન, સાસ્કાચેવન, રેજીના જેવા શહેરોમાં વધુ જાય છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા વધવાને પગલે પંજાબી અને હૈદરાબાદના એજન્ટો દ્વારા ઘણીબધી જગ્યાએ ખાનગી કોલેજોનું મેનેજમેન્ટ કરી રહ્યા છે.

જેથી દસ્તાવેજો સહિતના ગોટાળા થતા હોવાથી કેનેડાની સરકાર આવી કોલેજો સામે પગલાં લે છે. એજન્ટોના ગોટાળાને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે. ત્યારે આ અંગે વાત કરતા વડોદરાના જિલ્લા કલેકટર એબી ગૌરે જણાવ્યું હતું કે, કેનેડામાં વિદ્યાર્થીઓ અટવાયા હોવા અંગે કોઇ ઇન્કવાયરી આવી નથી. જો કોઇ મદદ માગશે તો તાત્કાલિક વિદેશ મંત્રાલયમાં જાણ પૂરતી મદદ કરાશે.

કેનેડામાં રહીને અભ્યાસ કરતો વડોદરાનો વિદ્યાર્થી આપવીતી જણાવે છે કે, અમારી કોલેજે 2 અઠવાડિયાંને બદલે 1 મહિનાનું વેકેશન આપ્યું હતું. આ વેકેશન 10 જાન્યુઆરીએ પૂરું થયું હતું. ત્યાર બાદ અમારી કોલેજ શરૂ નથી થઈ. કોલેજ પાસે ફંડ નથી તેવું કહીને તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાની ના પાડી છે.

કોલેજ બંધ થવાને કારણે અમારા અભ્યાસ પર અસર પડી રહી છે. જેટલું અમારું ભણતર લંબાશે એટલી અમને તકલીફ પડશે કારણ કે વિઝાને લંબાવવા માટે પણ અહીં ઘણો ખર્ચો થાય છે. આ ત્રણ કોલેજ પ્રાઈવેટ કોલેજ રાઈઝીક ફોનિક નામની કંપની છે. આ કંપની પાસે ફંડ નથી એટલે અમારી કોલેજ બંધ છે.

વડોદરાનો આ યુવક જણાવે છે કે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ કોલેજે વિદ્યાર્થીઓને ભણાવવાની ના પાડી દીધી હોય. કેનિડિયન નિયમ પ્રમાણે જો વિદ્યાર્થી ભણતો હોય તો જ તે કોઈ જગ્યાએ કામ કરી શકે છે. જેને કારણે અમને ઘણી તકલીફ પડી રહી છે. સુરતના કેવલ મોરડીયા કહે છે કે અમે આકરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.

કેનેડાના મોન્ટ્રિયલમાં રહેતી મૂળ વડોદરાની વિદ્યાર્થિની જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે વેલિડ વિઝા છે. વિદ્યાર્થીઓને ફી રિફંડ મળી જશે. અને અન્ય કોલેજમાં પણ પ્રવેશ આસાનીથી મળી જશે. જેથી બાકીનો અભ્યાસ પૂરો કરી શકશે. આમ જે લોકોને ડિગ્રી બાકી છે તેઓ અન્ય કોલેજમાં ટ્રાન્સફર લઇ શકે છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે તમે જો વિદેશ જવા માંગો છો. તો કોલેજ વિશે જાણકારી મેળવીને એડમિશન લેવું.

Leave a Reply

Your email address will not be published.