લોકો અલગ અલગ જગ્યાએ પોતાના પૈસાનું રોકાણ કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો લાલચ આપીને પૈસા પડાવી લેતા હોય છે. આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. જેમાં લોકોના લખો રૂપિયા લઈને એક યુવકે ઉઠામણું કર્યું છે. સુરત શહેરમાં ગોલ્ડમાં રોકાણ કરવાના નામે યુવકે પૈસા પડાવીને ઉઠામણું કર્યું.
પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનારા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરતમાં MG કિંગ ગોલ્ડનું કરોડોમાં ઉઠામણું થયું છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી MG કિંગ ગોલ્ડ નામે ચાલતી કંપની કરોડ રૂપિયા સાથે ઉઠી ગઈ છે. ત્યારે રોકાણ કરનારાઓની આંખો ફાટી ગઈ છે.
આ કંપનીમાં કેટલાય ગરીબોએ પૈસા ડબલ થવાની લાલચે રોકાણ કર્યું હતું. પરંતુ આ દરેકને છેતરીને કંપની ઉઠી ગઈ છે. લોકોને ભોળવીને અને એક ના ડબલ કરી આપવાની લાલચ આપી ભોળવી નાખ્યા હતા. ત્યારબાદ લોકો પાસેથી લખો રૂપિયા લીધા હતા. હાલ કમાણી ઉઠી જતા રોકાણકારો દુખી થયા છે.
મળતી માહિતી અનુસાર 90 કરતા પણ વધારે લોકોએ રૂપિયા ડબલ થવાની લાલચમાં આવી આ કંપનીમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ બાબતે વિશાલ મગરે નામના આરોપીનું નામ સામે આવ્યું છે. માહિતી અનુસાર આ ઓફિસનું ઉદ્દઘાટન સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરી દ્વારા જ કરવામાં આવ્યું હતું.
ગોલ્ડની આ કંપનીમાં કેટલાય લોકોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું હતું. જોકે હજુ સુધી કોઈપણ સત્તાવાર આંકડો બહાર આવ્યો નથી. પરંતુ રોકાણ કરનારાઓ નું માનવું છે કે આ કંપનીએ કરોડોમાં ઉઠામણું કર્યું છે. ત્યારે સમગ્ર કેસ ડિંડોલી પોલીસ સ્ટેશનના હાથમાં છે. આ બાબતે હાલ કાર્યવાહી શરૂ છે.