ગુજરાતમાં આ જગ્યાએ થયો હતો હનુમાનજીનો જન્મ, આજે પણ મોટા ભાગના લોકોને આ વાતની ખબર નથી

Religious

હનુમાનજીને અજર અમર માનવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતમાં હનુમાનજીના ઘણા બધા મંદિરો આવેલા છે. જ્યાં ભક્તો દૂર દૂરથી દર્શને આવે છે. અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં કઈ જગ્યાએ થયો હતો તેનાથી લોકો આજે પણ અજાણ છે. આ પ્રશ્ન આજે પણ રહસ્યમય છે.

વિવિધ ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજીના જન્મ વિશે જુદા જુદા સ્થળો વર્ણવેલ છે પરંતુ કોઈ ચોક્કસ સ્થાન જાણી શકાયું નથી. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે ગુજરાતના નવસારીમાં સ્થિત ડાંગ જિલ્લાને પહેલાના સમયમાં દંડકારણ્ય પ્રદેશ તરીકે માનવમાં આવતો હતો. ભગવાન શ્રી રામે આ દંડકારણ્યમાં એટલે કે હાલના ડાંગમાં પોતાના જીવનના 10 વર્ષ વિતાવ્યા હતા.

માહિતી અનુસાર ભગવાન શ્રી રામ દેશનિકાલ દરમિયાન ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા હતા. ડાંગ વિસ્તાર આદિવાસી લોકોનો વિસ્તાર છે. કહેવાય છે આ દરમિયાન જ શબરી માતાએ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને બોર ખવડાવ્યા હતા. આ ધામ આજે પણ ડાંગમાં સ્થિત છે. જેને શબરીધામ તરીકે ઓળખવામાં આવે છે.

અહી પમ્પા સરોવર આવેલ છે. જ્યાં સદીઓ પૂર્વે ઋષિ માતંગનો આશ્રમ હતો. ડાંગ જિલ્લાના આદિવાસીઓની એવી માન્યતા છે કે હનુમાનજીનો જન્મ ડાંગ જિલ્લાના અંજના પર્વતમાં સ્થિત અંજની ગુફામાં થયો હતો. આ પરથી કહી શકાય કે હનુમાનજીનો જન્મ ડાંગ જિલ્લામાં થયો હતો. અહી હનુમાનજીનો જન્મ થયો હોય તેવા કોઈ પુરાવા નથી. પરંતુ લોકોને માન્યતા છે.

બીજી એક માન્યતા અનુસાર કૈથલ કે જે હરિયાણા રાજ્યમાં આવેલું એક શહેર છે. તેની સરહદ પંજાબના કરનાલ, કુરુક્ષેત્ર, જિંદ અને પટિયાલા જિલ્લાઓ સાથે છે. તે પણ હનુમાનજીનું જન્મસ્થળ હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ સ્થળનું નામ કપિતાલ હતું. આધુનિક કૈથલ પહેલા કરનાલ જિલ્લાનો જ એક ભાગ હતો. જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો તેવી માન્યતા છે.

પુરાણો અનુસાર હનુમાનજીના પિતા કપિના રાજા હોવાને કારણે તેમને કપિરાજ કહેવાતા. પ્રવાસીઓને કૈથલમાં ઐતિહાસિક અને પૌરાણિક અવશેષો પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત હનુમાનજીની માતા અંજનીનું એક પ્રાચીન મંદિર પણ છે. આ જગ્યાએ પણ હનુમાનજીએ જન્મ લીધો હશે તેવી માન્યતા છે. પરંતુ કોઈ ચોક્કસ પુરાવા નથી.

કેટલાક લોકો એવું માને છે કે હનુમાનજીનો જન્મ ઝારખંડ રાજ્યના ગુમલા જિલ્લાથી 20 કિલોમીટર દૂર આવેલ અંજન ગામની એક ગુફામાં થયો હતો. આ ગામ જંગલ અને પર્વતોથી ઘેરાયેલ છે. આ ગામમાં એક ખૂબ પ્રાચીન ગુફા છે. એવું માનવામાં આવે છે કે માતા અંજની અને પિતા કેસરી અહી રહેતા હતા. ઉપરાંત અહીં હનુમાનજીનો જન્મ થયો હતો.

ગુફાના પ્રવેશદ્વાર મોટા પત્થરોથી બંધ છે. પરંતુ આદિવાસી લોકો નાના છિદ્રો દ્વારા આ સ્થળની મુલાકાત લે છે તથા અહી અક્ષત અને ફૂલો ચડાવે છે. પરંતુ કેટલાક લોકો માને છે કે આ સ્થાન માતા અંજનીના જન્મ સાથે સંકળાયેલ છે. એક દંતકથા અનુસાર આદિવાસીઓ જાણતા ન હતા કે હનુમાનજી અને તેમના માતાપિતા શુદ્ધતા અને ધર્મનું પાલન કરતા લોકોથી જ ખુશ છે.

એક દિવસ આદિવાસીઓએ માતા અંજનીને પ્રસન્ન કરવા માટે તેમની ગુફાની સામે બકરીની આહુતિ આપી. તેથી માતા નારાજ થઈ ગયા અને એક વિશાળ પથ્થરથી ગુફાના દરવાજાને કાયમ માટે બંધ કરી દીધા હતા. કહેવાય છે કે જે કોઈ આ ગુફાના દરવાજા ખોલવાનો પ્રયત્ન કરશે તેના પર ભયંકર આફત આવશે. તેથી કોઈ પણ આ પથ્થરને હટાવવાની કોશિશ કરતુ નથી.

હનુમાનજીના જન્મ સાથે અલગ અલગ માન્યતાઓ જોડાયેલી છે. પરંતુ કોઈ ચોક્કસ પુરાવા નથી. ધર્મગ્રંથો અનુસાર હનુમાનજી સર્વોપરી છે. હનુમાન દાદા તેના તમામ ભક્તોની રક્ષા કરે છે. કહેવાય છે કે હનુમાનજીનું નામ લેવાથી ભૂત પ્રેત દૂર રહે છે. હનુમાન દાદાના તેના ભક્તોના દુખ દૂર કરે છે. હનુમાન દાદા સર્વોપરી છે. તેમની કૃપા હંમેશા ભક્તો પર વરસે છે.

Leave a Reply

Your email address will not be published.