અદભુત છે ડીમાર્ટ ની સફળતાની કહાની, એક નાનકડા આઈડિયાથી માત્ર બે જ દિવસમાં કરોડોના માલિક બની ગયા હતા રાધાકિશન દમાણી

Story

આજના સમયમાં કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો ડિમાર્ટનું નામ સૌથી પેલા આવે છે. ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દમાણીને રિટેલ બિઝનેસના રાજા માનવામાં આવે છે. પરંતુ તેણે પોતાની કારકિર્દીની શરૂઆત શેરબજારમાં રોકાણકાર તરીકે કરી હતી. માત્ર એક આઈડિયાએ તેનું નસીબ બદલી નાખ્યું.

રાધાકિશન દમાણીના નાના એવા આઈડિયાએ તેમની જિંદગી બદલી નાખી. માત્ર 24 કલાકમાં તેની સંપત્તિમાં 100 ટકાનો વધારો થયો. લોકો કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે ડિમાર્ટને વધુ પસંદ કરે છે. રાધાકિશન દમાણી ડિમાર્ટના સ્થાપક છે. આજે તેઓ પોતાની મહેનતને કારણે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

રાધાકિશન દમાણીએ વર્ષ 1980 માં શેરબજારમાં રોકાણકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે વર્ષ 2017 માં ડીમાર્ટનો આઈપીઓ લાવવાની જાહેરાત કરી. રાધાકિશન દમાણી 20 માર્ચ, 2017 સુધી માત્ર એક જ રિટેલ કંપનીના માલિક હતા. પરંતુ 21 માર્ચની સવારે BSE પર તેમની કંપનીના શેરનું ટ્રેડિંગ શરૂ થતાં જ તેમની સંપત્તિમાં 100 ટકાનો વધારો થયો હતો.

21 માર્ચની સવારે જ્યારે રાધાકિશન દામાણીની કંપનીનો IPO શેરબજારમાં લિસ્ટ થયો ત્યારે તેમની સંપત્તિ ઘણા અમીર ઘરો કરતા પણ વધી ગઈ હતી. ડિમાર્ટનો શેર 604.04 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે ઇશ્યૂની કિંમત 299 રૂપિયા રાખવામાં આવી હતી. જે 102 ટકાનું વળતર છે. છેલ્લા 13 વર્ષમાં લિસ્ટિંગના દિવસે કોઈ પણ શેરના ભાવમાં આટલો વધારો થયો નથી.

એવન્યુ સુપરમાર્ટ્સના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 35 ટકાનો વધારો થયો છે. જો તમે માર્ચ 2017માં આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેનું મૂલ્ય 8.31 લાખ રૂપિયાને પાર કરી ગયું હોત. ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દમાણીને શેરબજારના મોટા ખેલાડી માનવામાં આવે છે. શેર બજારમાં કરેલા રોકાણને કારણે તેઓ રાતો રાતો કરોડપતિ બની ગયા.

એક રિપોર્ટ અનુસાર એવન્યુ સુપરમાર્ટ્સના શેરમાં આવેલી મજબૂત તેજીએ દમાણીને દેશના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બનાવી દીધા છે. તેમની કુલ સંપત્તિ 11 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. જે ગૌતમ અદાણી અને સુનીલ મિત્તલ કરતાં વધુ છે. દમાણીએ શરૂઆતના દિવસોમાં બોલ બેરિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ નુકસાનને કારણે તે બંધ થઈ ગયો હતો.

પિતાના અવસાન પછી તેણે તેના ભાઈ સાથે શેરબજારનો વેપાર શરૂ કર્યો. તેણે સારી તકો શોધીને નાની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1990 સુધીમાં તેણે રોકાણ કરીને કરોડોની કમાણી કરી હતી. પછી તેણે છૂટક વેપારમાં આવવાનું વિચાર્યું. અને ધીમે ધીમે તેનો વ્યવસાય શરૂ થયો. આજે તેમની કંપનીની કિંમત લગભગ 1.13 લાખ કરોડ રૂપિયા છે.

રાધાકિશન દમાણી સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ હંમેશા સફેદ કપડા પહેરે છે. જેથી તેઓ શેરબજારના અનુભવી રોકાણકારોમાં મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ તરીકે પ્રખ્યાત છે. તેમણે 1999 માં રિટેલ બિઝનેસની શરૂઆત કરી હતી. જ્યારે ફ્યુચર ગ્રૂપના કુમાર મંગલમ બિરલા અને કિશોર બિયાનીના પગલાં પણ આ ક્ષેત્રમાં પ્રવેશ્યા ન હતા. ખુબ મહેનત કરીને તેમણે આ સફળતા મેળવી.

Leave a Reply

Your email address will not be published.