UPSC પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે લગભગ હજાર કરતા ઓછી પોસ્ટ માટે દસ લાખ ઉમેદવારો અરજી કરે છે. પરંતુ ખુબ ઓછા લોકોની પસંદગી કરવામાં આવે છે. યુપી એ સૌથી વધુ સરકારી ઓફિસર ધરાવતું રાજ્ય છે. યુપીનું એક નાનકડું ગામ માત્ર અધિકારીઓ આપવા માટે જાણીતું છે.
આ ગામનું નામ માધવપટ્ટી છે. તે જૌનપુર જિલ્લામાં આવે છે. આ ગામમાં 75 ઘર છે અને લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ IAS અથવા IPS છે. માધવપુર પટ્ટાને દેશનું ઓફિસર ગામ કહેવામાં આવે છે. ગામમાં 75 ઘર છે અને ગામના 50 લોકો ઓફિસર છે. એવું નથી કે માત્ર પુત્ર અને પુત્રી જ અધિકારી છે. તેમની આગામી પેઢી પણ અધિકારી છે.
આ ગામને ઓફિસરના ગામ તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે ગાઝીપુરનું એક ગહમર ગામ છે. જ્યાં દરેક ઘરમાંથી કોઈને કોઈ સૈન્યમાં છે. IAS, IPS ઉપરાંત કેટલાક યુવાનો ભારતીય અવકાશ સંશોધન સંસ્થામાં છે. તો ગામના કેટલાક યુવાનો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં કાર્યરત છે.
આ ગામમાં 4 ભાઈ બહેન IAS હોય એવો પણ રેકોર્ડ છે. ગામના વિનય કુમાર સિંહ બિહારના મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે. વિનય કુમાર સિંહ 1955 માં IAS બન્યા અને તેમના બે ભાઈઓ છત્રબાલ સિંહ અને અજય કુમાર સિંહ 1964માં IAS બન્યા હતા. આ પછી ચોથા ભાઈ શશિકાંત સિંહ 1968 માં IAS ઓફિસર બન્યા.
છત્રબાલ સિંહ તમિલનાડુના મુખ્ય સચિવ પણ બન્યા હતા. રિપોર્ટ અનુસાર આ ગામના પહેલા સિવિલ સેવક મુસ્તફા હુસૈન હતા. આ પછી ઈન્દુ પ્રકાશ વર્ષ 1952 માં આઈએએસ બન્યા. ત્યારથી ગામના યુવાનો સિવિલ સર્વિસ તરફ ઝડપથી આગળ વધ્યા છે. લોકો મહેનત કરીને આ પદ હાંસલ કરે છે.
જો કે ગામના દરેક ઘરમાં સિવિલ સર્વિસમાં કોઈને કોઈ હોય છે. પરંતુ ગામમાં સુધારો થયો નથી. ગામમાં રસ્તાઓ ખુબ ખરાબ છે. મેડિકલ સુવિધા પણ ખૂબ જ પ્રાથમિક છે. વીજ પુરવઠો પણ ખરાબ છે. ગામમાં IAS ની તૈયારી માટે કોઈ કોચિંગ સેન્ટર નથી. છતાંપણ લોકો આ પરીક્ષા પાસ કરે છે.