પુનર્જન્મની વાતો અવાર નવાર સામે આવતી હોય છે. જો કે આજના વિજ્ઞાનના યુગમાં લોકો આવી ઘટના પર વિશ્વાસ કરતા નથી. પરંતુ કેટલીક એવી ઘટના હોય છે. જે ચોંકાવનારી હોય છે. આ ઘટનાઓ પર ન ઇચ્છવા છતાં પણ વિશ્વાસ કરવો પડે છે. આજે અમે તમને એવી જ એક અનોખી પુનર્જન્મની ઘટના વિશે જણાવીશું.
આ ઘટના રાજસ્થાનના ઝાલાવાડ ગામની છે. જ્યાં એક ત્રણ વર્ષના દીકરાને પોતાના પૂર્વ જન્મની વાતો યાદ આવતા લોકો ચોંકી ગયા છે. આ દીકરાનું નામ મોહિત છે. આ ત્રણ વર્ષના દીકરાને જયારે તેનું નામ પૂછવામાં આવ્યું. ત્યારે તેણે પોતાનું નામ તોરણ જણાવ્યું હતું.
માત્ર એટલું જ નહીં. પરંતુ તેણે એ પણ જણાવ્યું હતું કે પૂર્વ જન્મમાં અકસ્માતને કારણે મારુ મૃત્યુ થયું હતું. આ વાત પર પહેલા તો પરિવારના લોકોને વિશ્વાસ નહોતો આવ્યો. પરંતુ જયારે મૃતક તોરણના માતા પિતા સાથે આ બાળકનો પરિચય કરાવવામાં આવ્યો. ત્યારે બાળકે કહ્યું કે આ મારા પૂર્વજન્મના માતા પિતા છે. જે સાંભળીને બધા લોકો ચોંકી ગયા.
આ ત્રણ વર્ષના દીકરાનું નામ મોહિત છે. મોહિતના પિતાએ મીડિયાને જણાવતા કહ્યું હતું કે મોહિત નાનો હતો ત્યારે ટ્રેકટરનો અવાજ સાંભળીને ડરી જતો હતો. ત્યારબાદ જયારે તે બોલવા શીખ્યો ત્યારે તેણે પોતાનું નામ તોરણ જણાવ્યું. માત્ર એટલું જ નહીં પરંતુ તેણે પોતાના પૂર્વજન્મની કેટલીક ઘટનાઓ પણ જણાવી હતી. જેથી આ બાબત ચર્ચાનો વિષય બની.
જયારે મોહિત આવી વાતો કરવા લાગ્યો. ત્યારે તેના પિતાએ તપાસ શરૂ હતી. જે દરમિયાન જાણવા મળ્યું હતું કે 16 વર્ષ પહેલા મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ બનાવવાનું કામ ચાલુ હતું. તે દરમિયાન કલ્યાણસિંહ ધાકડ ત્યાં મજૂરી કરવા ગયેલા હતા. આ દરમિયાન તેના 25 વર્ષના પુત્ર તોરણ ધાકડનું ટ્રેકટર નીચે કચડાઈ જતા દુખદ અવસાન થયું હતું.
જયારે તોરણના પિતાને બોલાવીને આ બાબતે વાત કરવામાં આવી. ત્યારે તેમણે જણાવ્યું કે પુત્રના અવસાન બાદ તેમણે શ્રી ગયાજીમાં તેની તર્પણ વિધિ કરી હતી. જયારે તેમની મુલાકાત મોહિત સાથે થઇ ત્યારે તેમને લાગતું કે અકસ્માતમાં ગુમાવેલો દીકરો તોરણ પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના લોકો માટે ચર્ચાનો વિષય બની ગઈ હતી.
ત્યારબાદ આ બાબતે ઝાલાવાડ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કૃષ્ણ મોરારી લોધા સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમને આ બાબતે જણાવ્યું હતું કે જયારે માણસ મૃત્યુ પામે ત્યારે તેનું મગજ પણ બંધ થઇ જાય છે. માણસના નવા શરીસ સાથે નવા મગજનું નિર્માણ થાય છે. જેથી આ વસ્તુ શક્ય નથી.
તેમણે જણાવ્યું હતું કે માણસની મેમરી એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થઇ શકતી નથી. આજના વૈજ્ઞાનિક યુગમાં પુનર્જન્મની વાતો કરવી નકામી છે. તેમણે જણાવ્યું કે આ બાળકે કોઈને આવી ઘટના વિશે વાત કરતા સાંભળ્યા હશે. ત્યારબાદ તેણે કહાની બનાવી લીધી છે. આ વાતને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી.