પરીક્ષાના ટેંશનમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ માતાની નજર સામે જ છત પરથી કૂદકો લગાવ્યો, કાપડ વેપારીના લાડકવાયાનું દીકરાનું મોત

Gujarat

આજના સમયમાં કેટલાક લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. તણાવને કારણે અડાજણના રાજહંસ વ્યુ કોપ્મ્લેક્ષમાં રહેતા વિદ્યાર્થીએ માતાની સામે જ છત પરથી છલાંગ મારીને જીવન ટૂંકાવ્યું. બારમાં ધોરણમાં અભ્યાસ અભ્યાસ કરતો વિદ્યાર્થી છત પર ચડ્યો. માતા સાદ પાડે તે પહેલા છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું.

પોલીસ તપાસ દરમિયાન છોકરો બારમા ધોરણની પરીક્ષાને લઈને માનસિક તણાવમાં હતો. જેથી તેણેઆ પગલું ભર્યું છે. માહિતી અનુસાર મરનાર વિદ્યાર્થીનું નામ શોર્યમન મનીષ અગ્રવાલ છે. જે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. સવારના સમયે માનસિક રીતે પીડાતો શોર્યમન પોતાની મમ્મીને નીચે જાઉં છું તેમ કહીને છત પર જતા તેના મમ્મી પાછળ દોડી ગયા હતા.

આજે સવારે લગભગ 10થી 10:15 વાગ્યાના અરસામાં શૌર્યમન ટેરેસ પર દોડી આવ્યો હતો. છત ઉપર ચઢેલા દીકરાને માતા બૂમ પાડે એ પહેલાં જ શૌર્યમનએ માતાની નજર સામે છલાંગ મારતા માતા હેબતાઈ ગયા હતા. બૂમાબૂમ કરી દેતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. આ ઘટના જોઈને શોર્યમનના મમ્મી ત્યાં જ ઢળી પડ્યા હતા.

ઈજાગ્રસ્ત હાલતમાં શૌર્યમનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. શોર્યમનને એક નેનો ભાઈ પણ છે. તેના પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.