ભગવાન કૃષ્ણના એક શ્રાપના કારણે આજે પણ અહી ભટકી રહ્યા છે અશ્વત્થામા, ચમત્કારિક ઘટનાઓ જોઈને લોકો ડરી જાય છે

Religious

મહાભારત કાળના અશ્વત્થામાનો જીવ આજે પણ આપણી વચ્ચે ભટકી રહ્યો છે. મોટા ભાગના લોકો આ વાતથી અજાણ હશે. મહાભારત ગ્રંથ અનુસાર અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર છે. અશ્વત્થામાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણના શ્રાપને કારણે આજે પણ નર્મદા નદીના કિનારે અશ્વત્થામા ભટકી રહ્યો છે.

માન્યતા અનુસાર અશ્વત્થામા મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં નર્મદા નદીના કિનારે આવેલ ગૌરી ઘાટ પર ભટકે છે. કહેવાય છે કે છેલ્લા પાંચ હાજર વર્ષથી અશ્વત્થમાનો જીવ અહીં ભટકી રહ્યો છે. જેનું સબૂત આજેપણ જોઈ શકાય છે. ત્યાં એક શિવલિંગ આવેલી છે. જ્યાં દરરોજ સવારે અશ્વત્થામા ફૂલ ચડાવવા આવે છે.

આ જગ્યા પર રોજે સવારે ગુલાલ અને તાજા ફૂલ ચડવા એક રહસ્ય સમાન છે. અશ્વત્થામાનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. તેઓ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અને કુરુ વંશના રાજાગુરુ કૃપાાચાર્યના ભત્રીજા હતા. અશ્વથમા પણ પિતા ગુરુ ગુરુદ્રોણાચાર્યની જેમ વિજ્ઞાન અને શસ્ત્રમાં નિપુણ હતા. મહાભારત યુદ્ધ દરમિયાન પાંડવોની સેનાને હારતા જોઈને શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને દ્રોણાચાર્યને મારવા માટે કૂટનીતિનો આશરો લેવા જણાવ્યું હતું. તેથી કૂટનીતિ વડે દ્રોણાચાર્યનો વધ થયો હતો.

જયારે અશ્વત્થામાને ;પિતાના મૃત્યુની જાણ થઇ. ત્યારે તે વિચલિત થઇ ગયો. અને પાંડવોનો વધ કરવાનું નક્કી કર્યું. પાંડવોને માર્યા બાદ અશ્વથામાએ પાંડવ વંશનો નાશ કરવાનું નક્કી કર્યું હતું. જેથી ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુ પુત્ર પરીક્ષિતને મારવા માટે અથવતથામાએ બાણ તૈયાર કર્યું હતું.

આ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ ગુસ્સે થઈને અશ્વત્થામાને યુગો યુગો સુધી ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો. જેથી તેનો જીવ જબલપુરમાં નર્મદા નદીના કિનારે ગૌરી ઘાટ પર ભટકી રહ્યો છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમનામાંથી જો કોઈ અશ્વત્થામાને અહીં ભટકતા જોઈ જાય છે. તો તે માનસિક સંતુલન ખોઈ બેસે છે.

અહીં એક પર્વત આવેલો છે. જેની ટોચ પર એક કિલ્લો બનેલો છે. ત્યાં સ્થિત તળાવમાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી. કાળા ઉનાળે પણ આટલી ઊંચાઈએ આવેલા તળાવમાં પાણી ખૂટતું નથી. જેથી લોકો ચમત્કાર મને છે. અહીં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં દરરોજ અશ્વત્થામા આવે છે. વર્ષોથી અહીં અશ્વત્થામાનો જીવ ભટકી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.