આ છે ભારતની છેલ્લી દુકાન, મોટા મોટા ઉદ્યોગપતિ પણ અહીં ચા પીવા માટે જાય છે

Facts

ભારત વિવિધતાઓનો દેશ છે. આજે પણ દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમને એવી જગ્યાઓ જોવા મળશે જે ચોંકાવનારી છે. ગોવા બીચ, શિમલાની ટોય ટ્રેન, રાજસ્થાનના કિલ્લા, તાજમહેલ, કાશ્મીરની ખીણો, દક્ષિણમાં મંદિરની કલાકૃતિઓ એવી ઘણી વસ્તુઓ છે જે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓને આકર્ષે છે.

આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે દેશના મોટા ઉદ્યોગપતિઓમાંના એક આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટવીટર એકાઉન્ટ દ્વારા જણાવ્યું છે. આ પોસ્ટમાં તેણે ભારતની છેલ્લી દુકાન વિશે માહિતી શેર કરી છે. જો કે દેશના દરેક ગામ શહેરની ગલીઓમાં નાની મોટી દુકાનો જોવા મળશે. પરંતુ ભારતની છેલ્લી દુકાન વિશે જાણીને ખૂબ જ નવાઈ લાગે છે. આવો જાણીએ ભારતની છેલ્લી દુકાન વિશે.

ભારતની છેલ્લી દુકાન ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુકાનનું નામ હિન્દુસ્તાન કી અંતિમ દુકાન છે. જેનો અર્થ છે ભારતની છેલ્લી દુકાન. ચમોલી જિલ્લામાં માના નામનું એક ગામ છે. જે ચીનની સરહદની ખૂબ નજીક છે. આ જ ગામમાં આ દુકાન છે. આ પછી ભારતની સરહદ સમાપ્ત થાય છે.

ચંદેહ સિંહ બરવાલે આ દુકાન 25 વર્ષ પહેલા માના ગામમાં ખોલી હતી. આ પછી જેમ જેમ લોકોને આ દુકાન વિશે જાણકારી મળવા લાગી. તેમ તેમ તે દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ. જો કોઈ પ્રવાસી ઉત્તરાખંડની મુલાકાતે આવે છે તો તે આ દુકાનને જોવા માટે ચોક્કસ આવે છે. આ દુકાન તેની ચા અને મેગી માટે જાણીતી છે.

આ વિસ્તારની શ્રેષ્ઠ ચા અને સ્વાદિષ્ટ મેગી આ દુકાનમાં ઉપલબ્ધ છે. અહીં આવતા પ્રવાસીઓ માત્ર ચા અને મેગી જ ખાતા નથી. પરંતુ સેલ્ફી પણ લે છે. અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે. આનંદ મહિન્દ્રાએ ટવીટ કરીને આ દુકાનમાં ચા પીવાની ખુશી વ્યક્ત કરી છે. તેણે પોતાના ટવીટમાં લખ્યું હતું કે અહીં ચા પીવી એ અમૂલ્ય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામનું પોતાનું ધાર્મિક મહત્વ પણ છે. પહેલા આ ગામનું નામ મણિભદ્રપુરમ હતું. લોકોનું કહેવું છે કે આ ગામ મહાભારત સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે આ ગામમાંથી પાંડવો સ્વર્ગ જવા નીકળ્યા હતા. આ સ્થાનથી માર્ગ સ્વર્ગ તરફ જાય છે. ગામના મુખ્ય માર્ગ પર બોર્ડ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભારતની સરહદ પરનું છેલ્લું ગામ છે.

Leave a Reply

Your email address will not be published.