ગજબ થઇ ગયો, પિયર આવેલી દીકરી મંદિરે દર્શન કરવા ગઈ ત્યાં પતિના બીજા લગ્નની કંકોત્રી જોઈ અને પછી જે થયું

Gujarat

હાલ લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. લોકો લગ્નની કંકોત્રીઓ છપાવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકામાંથી લગ્નની કંકોત્રી લઈને એક ઘટના સામે આવી છે. આ દીકરીનું સાસરિયું વડગામ તાલુકના એક ગામમાં છે. ભાઈ બહેનના સામે સામે લગ્ન કરવામાં આવ્યા હતા. દીકરી પોતાના પિતાના ઘરે હતી.

લગ્ન બાદ તેના પતિને અન્ય યુવતી સાથે અફેર ચાલી રહ્યું હતું. જેથી આ દીકરી અઢી વર્ષથી પોતાના પિયરમાં હતી. બાર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. તેમને એક પુત્ર પણ છે. જયારે તેને પતિના બીજા અફેર જાણ થઇ ત્યારે તે સાસરિયામાં ગઈ હતી. જ્યાં તે મંદિરે દર્શન કરવા જતા પતિના બીજા લગ્નની કંકોત્રી જોવા મળી હતી.

ત્યારરબાદ આ દીકરીએ બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે કાયદાકીય સલાહ આપી હતી. જેથી તે યુવતી વડગામ પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેણે સમગ્ર ઘટના જણાવી હતી. બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે આ અંગે જણાવતા કહ્યું કે, વડગામ તાલુકાના એક ગામની દીકરી અને તેમના ભાઇના સામસામા 12 વર્ષ અગાઉ લગ્ન થયા હતા.

પરંતુ ભાઈ ભોજાઇને મનમેળ ન થતા તેમના છુટાછેડા થયા હતા. પરંતુ આ દીકરીનું લગ્નજીવન સરખું ચાલતું હતું. તેને લગ્નજીવનમાં એક પુત્રનો જન્મ થયો હતો. અઢી વર્ષ અગાઉ પતિને અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ થતા આ દીકરી પિયર આવી ગઈ હતી. પરંતુ જયારે તે મંદિરે દર્શન કરવા ગઈ અને ત્યાં પ[ટીના બીજા લગ્નની કંકોત્રી જોઈ ત્યારે તે પોલીસ સ્ટેશન દોડી આવી.

તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. ત્યારબાદ પોલીસ શિલ્પા બહેન આ દીકરી સાથે તેના ગામમાં ગયા હતા. તપાસ દરમિયાન ખબર પડી કે આ દીકરીની જાણ બહાર દસ લાખ રૂપિયા આપીને સાસરિયા પક્ષ દ્વારા છૂટાછેડા લઇ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના પતિ બીજા લગ્ન કરી રહ્યા હતા.

આ અંગે વધારે તપાસ કરતા ખબર પડી હતી કે આ દીકરીના સામાજિક રીતે છૂટાછેડા થઇ ગયા હતા. આ દીકરીનો જયારે જન્મ થયો ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય બાદ પિતાનું પણ અવસાન થઇ ગયું. જેથી ભાઈ બહેન સાવકી માતા જોડે રહેતા હતા.

ભાઈ બહેનના સામસામે લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નજીવન બરાબર ન ચાલતા છૂટાછેડા થઇ ગયા હતા. પરંતુ જયારે સમગ્ર બાબત સામે આવી ત્યારે જાણવા મળ્યું કે તેમના સામાજિક રીતે છૂટાછેડા થયા હતા. દીકરીએ ત્યારબાદ પિયરમાં જવાની ના પાડી હતી. જેથી તેને મહિલા સંરક્ષણ કેન્દ્રમાં છોડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.