સુરતના કામરેજ વિસ્તારમાં એક કાળજું કંપવનારી ઘટના બની છે. શનિવારે કામરેજના પાસોદરા પાટિયા નજીકની સોસાયટીમાં રહેતી વિદ્યાર્થિનીનો એક તરફી પ્રેમી તેના ઘર પાસે આવ્યો હતો. ત્યારબાદ યુવતીના ઘરની પાસેના વિસ્તારમાં જ આ યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને મોતને હવાલે કરી દીધી હતી.
આ દરમિયાન ત્યાં હોબાળો મચી ગયો હતો. એકતરફી પ્રેમીએ ક્ષણ ભરમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યાં ઉભેલા લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે વાયરલ થતા લોકો દુખ વ્યક્ત કરી રહ્યા છે. આ યુવકે જાહેરમાં જ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી.
યુવતીના મોત બાદ હત્યા કરનાર યુવકે ઝેર પીધું હતું. ત્યારબાદ જાહેર સ્થળ પર જ પોતાના હાથની નસ કાપીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે મૃત્યુ પામ્યો નથી. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જાહેરમાં યુવતીની હત્યા કરનાર યુવક પોતે પણ આપઘાત કરવા માંગતો હતો.
કામરેજની 21 વર્ષીય વિદ્યાર્થિનીનું નામ ગ્રીષ્મા વેકરીયા છે. જેની સાથે કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા હત્યારા ફેનિલને એકતરફી પ્રેમ થયો હતો. હત્યારો અવારનવાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. જેથી તેનાથી ડરીને ગ્રીષ્માએ આ બાબતે પરિવારને જાણ પણ કરી હતી.
ત્યારબાદ ગ્રીષ્માના મોટા પપ્પાએ હત્યારાને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ તેની હત્યારા પર કોઈ અસર થઇ નહીં. ત્યારબાદ તેણે શનિવારે સાંજે ગ્રીષ્માની પરિવારની સામે જ હત્યા કરી નથી. જયારે હત્યારો ગ્રીષ્માને મારવા જય રહ્યો હતો. ત્યારે ગ્રીષ્માનો ભાઈ તેને બચાવવા માટે આગળ ગયો હતો. પરંતુ હત્યારાએ તેના પર પણ પ્રહાર કર્યો હતો.
ત્યારબાદ હત્યારાએ જાહેરમાં પરિવારની સામે ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું. હત્યા કર્યા બાદ હત્યારાએ ઝેરની ગોળી ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે મૃત્યુ પામ્યો નથી. હાલ બેભાન અવસ્થામાં છે અને સ્મીમેર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
વિધાર્થિનીનું ગળું કાપ્યા બાદ હત્યારો ફેનિલ ડેડ બોડી પાસે જ ઉભો હતો. જો કોઈ ડેડ બોડી પાસે જવાની કોશિશ કરતું હતું તો હત્યારો તેના પર પ્રહાર કરતો હતો. તે લાશની આસપાસ ફરતો હતો. જો કોઈ તેની નજીક જાય તો તે લોકોને ધમકાવતો હતો. ત્યારબાદ હત્યારાએ ઝેર ગટગટાવીને આપઘાત કરવાની કોશિશ કરી હતી.