ગુજરાતમાં ઘણાં બધા મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે કેટલીક રહસ્યમય વાતો જોડાયેલી છે. આજે અમે તમને એવા જ એક રહસ્યમય મંદિર વિશે જણાવીશું. આ મંદિર ગુજરાતના વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દુર નેશનલ હાઈવે નજીક પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં આવેલું છે. ચામુંડા માતાનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. માતા અહી હાજરાહજૂર છે.
પેશ્વા સમયનાં આ કીલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમા સ્થાપિત છે. માતાના દર્શન કરવા માટે દૂર દુથી ભક્તો આવે છે. દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. કહેવાય છે અહી માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં તો માતાના દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગે છે. નવરાત્રિના નવ દિવસ માતાને શણગાર ચડાવવામાં આવે છે.
ભક્તો માતાના દર્શનનો લાભ લેવા માટે આવે છે. શક્તિ સ્વરુપે અહી ચામુંડા માતાજી ઉંચા ડુંગર પર બિરાજે છે. ભક્તો માતાના દર્શન કરવા માટે આકરો રસ્તો પાર કરી આ ધામમાં પહોંચે છે. લગભગ 1000 જેટલા પગથિયાં ચડીને ભક્તો અહી દર્શને આવે છે. અહી નાના, મોટા કે વૃદ્ધ તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટે દ્વારા ખાસ સુવિધા પણ આપવામાં આવી છે.
દંત કથા અનુસાર માતાજીનાં મંદિરમાં નવરાત્રી દરમ્યાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. નવરાત્રી દરમ્યાન અહીં આઠમનો મેળો પણ ભરાય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ભાગ લે છે. પાનેરાનાં આ ડુંગર પર શિવાજી મહારાજનો ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે. જેનાં અવશેષો આજે પણ અહિં જોવા મળે છે.
આ કિલ્લા સિવાય અહી પેશ્વા સમયની ઐતિહાસિક 3 વાવ પણ આવેલી છે. માતાજીના મંદિરમાં આવતા ભક્તોના આ સ્થળની અવશ્ય મુલાકાત લે છે. ભક્તો દર્શને આવીને ધન્યતા અનુભવે છે. માના આ ધામમાં કેટલાક ભક્તો પગ પાળા ચાલીને આવે છે તો કેટલાક દરેક પગથિયે સાથિયો પુરે છે. ભક્તો અલગ અલગ મનોકામના લઈને અહી આવે છે.
આ મંદિરનો ઇતિહાસ પણ અદ્ભુત છે. શિવાજી મહારાજ જયારે સુરતમાં લૂંટ ચલાવી ફરી મહારાષ્ટ્ર તરફ જઈ રહયા હતા. ત્યારે અહીં પાનેરા ડુંગર પર રોકાયા હતા. ત્યારે તેઓ માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. કહેવાય છે કે આ દરમિયાન શિવાજી પર હુમલાનો પ્રયાસ પણ થયો હતો. પરંતુ માતાએ તેમને સંકેત આપ્યો હતો. આ ચમત્કારથી જ શિવાજી પોતાનો જીવ બચાવી શક્યા હતા. માં ચામુંડા પોતાના ભક્તની રક્ષા કરે છે.