અહી આવેલુ છે ઝાંઝરીયા હનુમાનજી દાદાનું ચમત્કારિક મંદિર, જ્યાં હાજરા હજુર બિરાજે છે હનુમાનજી દાદા

Religious

ગુજરાતની પાવન ધરા પર ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. જ્યાં દર્શન કરવા માટે ભક્તોની લાઈનો લાગે છે. દરેક મંદિરમાં કોઈને કોઈ રહસ્ય પણ છુપાયેલું છે. આ મંદિરોમાં અવાર નવાર કોઈને કોઈ ચમત્કાર જોવા મળે છે. આજે અમે તમને હનુમાનજીના આવા જ એક ચમત્કારી મંદિર વિશે જણાવીશું.

ગુજરાતમાં હનુમાનજીના ઘણા બધા મંદિરો આવેલા છે. જેમનું એક છે ઝાંઝરીયા હનુમાનજી મંદિર. હનુમાનજીનું આ ચમત્કારી મંદિર ભાવનગરથી છ કિલોમીટરના આવેલ અધેવાડામા સ્થિત ભાલશ્રી નદીના કિનારે આવેલું છે. કહેવાય છે અહીં હનુમાન દાદા હાજરા હજુર બિરાજે છે. દાદા અહી કેટલાક પરચાઓ પણ આપે છે.

આ મંદિરે શનિવારે, મંગળવારે અને પૂનમના દિવસે દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગી હોય છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દાદા ભક્તોના દરેક દુખડા દૂર કરે છે. આ મંદિર સાથે એક ઈતિહાસ પણ જોડાયેલો છે.

લોકકથા અનુસાર વર્ષો પૂર્વે રામાનંદ કુળના એક ખાખી બાપુ હતા. જેમણે શિહોરના કનાડ ગામમાં હનુમાન દાદાની સ્થાપના કરી હતી. આ સ્થળ પર આજે હનુમાન દાદાનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે.આ સ્થળ પર એક ભક્ત દરરોજ દાદાના દર્શન કરવા માટે આવતા હતા. પરંતુ ઉંમરને કારણે ચાલવામાં તકલીફ થતા આ ભક્તે દર્શને આવવાની ના પાડી હતી.

લોકવાયકા અનુસાર આ સમયે હનુમાન દાદાએ ભક્તની ભક્તિથી ખુશ થઈને કહ્યું હતું કે હું તમારી સાથે આવીશ. જેથી ભક્તને આટલે દૂર દાદાના દર્શને જવું ના પડે. દાદાએ ભક્તને કહ્યું હતું કે હું ઝાંઝરી પેરીને પાછળ પાછળ આવીશ. પરંતુ જ્યારે પણ તે પાછળ ફરશે ત્યારે દાદા ત્યાં સ્થાપિત થઇ જશે.

આમ ભક્ત આગળ અને દાદા તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યારે ભાવનગરના અધેવાડા ગામ નજીક પહોંચીને દાદાએ પોતાની ઝાંઝરીનો અવાજ બંધ કરી દીધો. જેથી ભક્તને લાગ્યું કે દાદા અટકી ગયા. તેથી મનનું સમાધાન કરવા માટે તેણે પાછું વાળીને જોયું. બસ ત્યારથી જ હનુમાન દાદા ત્યાં સ્થાપિત થઇ ગયા. દાદા ઝાંઝરી પેરીને આવ્યા હોવાથી તેમનું નામ ઝાંઝરીયા હનુમાનજી પડયું.

Leave a Reply

Your email address will not be published.