છ મહિના સુધી પોતાની જાતને રૂમમાં બંધ રાખી, વગર ટ્યુશને UPSC પાસ આજે IAS અધિકારી બન્યા

Story

જો માણસ ઇચ્છે તો બધું જ શક્ય છે. ધ્યેય પ્રાપ્ત કરવાની ઇચ્છા માણસને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપે છે. જ્યારે નક્કી થાય પછી દરેક મુશ્કેલી સરળ લાગે છે અને દરેક મુશ્કેલી નાની લાગે છે. પરંતુ જો મુશ્કેલી પોતાના પરિવાર દ્વારા ઉભી થવા લાગે છે તો પછી વ્યક્તિને સમજાતું નથી કે કોની વાત સાંભળવી, પોતાના મનની કે ઘરના લોકોની.

નિધિ પણ ત્યારે સમજી ન શકી જ્યારે તેમની અને તેમના લક્ષ્ય વચ્ચે તેનો પરિવાર ઉભો થયો હતો. આ દુવિધાના સમાધાન માટે નિધિએ પોતાની મહેનતને પોતાનું હથિયાર બનાવી લીધું. આવો જાણીએ કેવી રીતે નિધિ પોતાની મુશ્કેલીઓ સામે લડીને IAS બની હતી.

હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલી નિધિ સિવાચે દસમાં ધોરણ બાદ એન્જિનિયરિંગમાં જવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે ખૂબ મહેનત કરી હતી. ઇન્ટર બાદ નિધિ મિકેનિકલ એન્જિનિયરિંગમાં દાખલ થઈ. એવું માનવામાં આવે છે કે મિકેનિકલ એન્જિનિયરિંગ માત્ર છોકરાઓ માટે જ છે, પરંતુ નિધિએ આ ખોટું સાબિત કર્યું અને મિકેનિકલની ડિગ્રી મેળવી.

આ પછી તેને હૈદરાબાદની એક કંપનીમાં નોકરી મળી ગઇ. નિધિ હૈદરાબાદમાં જ રહી અને કામ કરવા લાગી. નોકરીમાં 2 વર્ષ વિતાવ્યા બાદ નિધિને યાદ આવ્યું કે તે આ નોકરી માટે નથી બની. તેણે કંઇક અલગ જ કરવાનું છે. નિધિને દેશની સેવા કરવી હતી જેના કારણે તેણે એએફસીએટીની પરીક્ષા આપવાનું મન બનાવી લીધું હતું.

નિધિએ પરીક્ષા આપીને લેખિત પરીક્ષા પાસ કરી. જોકે જ્યારે નિધિએ એસએસબી ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે, તેણે ડિફેન્સને બદલે સિવિલ સર્વિસીસમાં જવાનું વિચારવું જોઇએ. નિધિની પસંદગી તો નહોતી થઈ. પરંતુ અહીંથી તેના જીવનને એક નવો રસ્તો મળ્યો. જે તેને આઈએએસના પદ સુધી લઈ જવાનો હતો.

પોતાના જીવનનું યોગ્ય લક્ષ્ય જોતાં જ નિધિએ યૂપીએસસીની તૈયારી માટે ખૂબ મહેનત કરી. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આ પરીક્ષા એટલી સરળ નથી. ત્યારે આ પરીક્ષા વધુ મુશ્કેલ બની જાય જ્યારે જાણ હોઈ કે આની તૈયારી કોચિંગ વગર જાતે જ કરવાની છે. નીતિ પણ જાતે જ આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

તેમાં તે બે વાર અસફળ રહી. નિધિનો જુસ્સો હજી પણ બુલંદ હતો. પરંતુ તેના પરિવારના સભ્યોની ધીરજ હવે ખતમ થવા લાગી હતી. તેમને દીકરીના લગ્નની ચિંતા થવા લાગી. આવી સ્થિતિમાં નિધિ પર પણ લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું. પરંતુ તેની વારંવારની સમજાવટ પર ઘરવાળાઓ માન્યા. આ શરત પર ત્રીજો પ્રયાસ તેમનો છેલ્લો પ્રયાસ હશે. આ પછી જો તે સફળ નહીં થાય તો તેણે લગ્ન કરવા પડશે. નિધિ પાસે બીજો કોઈ રસ્તો નહોતો તેણે આ શરત સ્વીકારી લીધી.

ઘરના સભ્યોની શરત સ્વીકાર્યા બાદ નિધિને ખબર પડી ગઈ હતી કે હવે તેની પાસે વધારે સમય નથી. જેના કારણે તેણે પોતાના જીવનને તૈયારીમાં લગાવી દીધું. તમને જાણીને આશ્ચર્ય થશે કે યુપીએસસીની તૈયારી માટે નિધિએ પોતાને છ મહિના સુધી પોતાના રૂમમાં બંધ રાખી હતી. ઘરમાં રહીને પણ તેને પરિવારના સભ્યો સાથે કોઈ વાતચીત નહોતી કરી.

તે કબૂલ કરે છે કે આવા સમયે પારિવારિક વસ્તુઓ તેને વિચલિત કરી રહી હતી. તેણે પોતાનો બધો સમય તેના પુસ્તકો સાથે વિતાવ્યો હતો. જે દરમિયાન તેણે કોઈ પણ પ્રકારનું કોચિંગ લીધું ન હતું કે ન તો સામાજિક જૂથમાં જોડાઈ હતી. આખરે નિધિની મહેનત ફળી અને તેને ત્રીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 83 મો રેન્ક મળ્યો. આ સાથે જ નિધિનું સપનું પૂરું થયું અને તે આઈએએસ બની ગઈ.

Leave a Reply

Your email address will not be published.