સુરતની ઘટના પર કીર્તિ પટેલનો બફાટ, પટેલ સમાજમાં હીજડા અને બાયલા રહેતા હોય તો મારે નથી રહેવું મને પટેલ સમાજમાંથી કાઢી મુકો

Gujarat

કીર્તિ પટેલનો એક વિડીયો સોશિયલ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રેહ્યો છે. આ વિડીયો ગ્રીષ્મા હત્યા કેસ બાદ લોકોની સામે આવ્યો છે. જેણે સોશિયલ મીડિયાને હચમચાવી દીધું છે. ગુસ્સામાં આવીને કીર્તિ પેટેલ એવું બોલી ઉઠી જેનાથી પટેલ સમાજ પર આક્ષેપ લાગ્યો. આક્રન્દમાં આવીને પટેલની દીકરીએ પટેલ પર જ આક્ષેપ લગાવ્યો.

સુરતમાં ભરબજારે થયેલી ગ્રીષ્મા સાથે બનેલ ઘટનાથી ગુસ્સે થયેલી કીર્તિ પટેલ પોતાના સમાજ વિશે બોલી ઉઠી. કીર્તિએ કહ્યું મેં લોકોના હિત માટે કેટલીય વાર અવાજ ઉઠાવ્યો છે. પરંતુ પટેલ સમાજ દ્વારા ક્યારેય મને સપોર્ટ કરવામાં નથી આવ્યો. કીર્તિએ એમ પણ કહ્યું કે જયારે તેની ધરપકડ થઇ ત્યારે પણ કોઈ પટેલ તેને છોડાવવા નથી ગયા.

આક્રન્દમાં આવેલી કીર્તિએ કહ્યું કે જો હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો નથી રહેવું મારે પટેલ સમાજમાં. કીર્તિએ વીડીયોમાં કહ્યું કે ક્યાં પટેલે આવીને કહ્યું કે આ દીકરીને હેરાન કરવાનું રેવા દે. આ લોકો માત્ર તમાશો જોવામાં સમજે છે અને પછી શોક વ્યક્ત કરે છે. કીર્તિ પટેલ ગુસ્સામાં આવીને ઘણું બધું બોલી ગઈ.

કીર્તિએ કહ્યું કે પટેલની દીકરી થઈને મેં કોઈપણ સમાજ સાથે ખોટું થતું હોય ત્યારે અવાજ ઉઠાવ્યો છે. પટેલ સમાજ સાથે ખોટું થતું હોય ત્યારે પણ મેં અવાજ ઉઠાવ્યો છે. પરંતુ પટેલ સમાજમાંથી કોઈએ મને સાથ આપ્યો નથી. કીર્તિએ કહ્યું કે હું તો એમ કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાખો.

કીર્તિએ કહ્યું કે કોઈએ મને કહ્યું હતું કે તમારી પાછળની સરનેમ કાઢી નાખો. તો આજે હું કહું છું જો મારા સમાજમાં આવા હીજડા અને બાયલા રહેતા હોય ને તો નથી રહેવું મારે આવા સમાજમાં. લઇ લો મારી સરનેમ. હું ખુશી ખુશી આપી દઈશ. તેમણે કહ્યું મેં ઘણી બધી વાર લોકો માટે અવાજ ઊઠાવ્યો છે. પણ મારો સાથ આપવાની બદલે લોકો મારી સામે પડયા છે.

કીર્તિ પટેલે વીડિયોમાં કહ્યું કે લોકો મને કહેતા હતા કે પટેલ સમાજની દીકરી થઈને તું ગાળો બોલે છે. અરે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે. તમારી જેવી બાયલી નથી. લાવો ગમે તે મર્દને સામે. પાડી દવ ત્યાં ને ત્યાં જ. કીર્તિએ કહ્યું હું હંમેશા બીજાના માટે લડી છું. આવા હીજડા વેડા મે નથી કર્યા.

છતાંપણ મારા સમાજના જ લોકોએ મારો વિરોધ કર્યો. કીર્તિએ કહ્યું કે મારા ઝગડા તો બીજાના માટે હોય છે. છતાંપણ કોઈએ સાથ નથી આપ્યો. કીર્તિએ કહ્યું તમે લોકોએ પોતાના રજવાડા આપી દીધા છે. તો ઉલ્લેખ કરાવો સરદાર પટેલની પ્રતિમા બનાવી તેમાં. કીર્તિએ કહ્યું કિશન ભરવાડનું ઉદાહરણ લઇ લો સપોર્ટ છે સમાજનો. તમે સમાજ સમાજ કરો છો. કયો પટેલ મારા માટે લડવા આવ્યો.

Leave a Reply

Your email address will not be published.