હરિયાણાથી આરોપીને પકડીને આવી રહેલ ગુજરાત પોલીસની કારનું ગમખ્વાર અકસ્માત, ચાર પોલીસ ઉજવણ ઘટનાસ્થળે જ શહીદ

India

ભાવનગરના ચાર પોલીસ જવાનોનું અકસ્માતમાં મોત થતા પોલીસ વિભાગમાં શોકનો માહોલ સર્જાયો છે. ગત રાત્રે બે વાગ્યાની આસપાસ જયપુર જિલ્લાના શાહપુરની પાસેના વિસ્તારમાં અકસ્માત થતા ગુજરાતના ચાર પોલીસ જવાનોનું મૃત્યુ થયું. મિશન પર ગયેલા એક સાથે ચાર પોલીસ જવાનનું મૃત્યુ થતા ગુજરાત પોલીસ વિભાગમાં શોકનો માહોલ થયો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં શહીદ થયેલા જવાનો ગુજરાતના ભાવનગરમાં કાર્યરત હતા. ભાવનગરના ચાર પોલીસ જવાન હરિયાણાથી એક આરોપીને પકડીને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન જયપુર દિલ્હી નેશનલ હાઇવે પર આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ભાવનગરના શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઈરફાન આગવાન અને મનુભાઈ નામના ચાર પોલીસ જવાનો આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. હરિયાણાથી આરોપીને પકડીને પરત આવતી વખતે કાર પર કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે દરમિયાન ચાર પોલીસ જવાન સહીત પાંચ લોકો શહિદ થયા.

આ અકસ્માત જયપુર દિલ્હી નેશનલ હાઇવે પર સર્જાયો હતો. લગભગ રાત્રે બે વાગ્યાની આસપાસ કાર ઝાડ સાથે અથડાતા એકસાથે પાંચ લોકોના મોત થયા. જેમાંથી ચાર ગુજરાતના પોલીસ જવાન શહીદ થયા. અકસ્માત થતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો બચાવ કરવા માટે આગળ વધ્યા હતા. પરંતુ ભયંકર અકસ્માતમાં એ જ ક્ષણે તમામ લોકો મૃત્યુ પામ્યા હતા.

બનાવની જાણ થતા સ્થનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન ખબર પડી કે અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસ જવાન ગુજરાતના ભાવનગરના છે. જેથી તુરંત ભાવનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ચાર પોલીસ જવાન અને એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી ગુજરાત પોલીસમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું.

દુર્ઘટનાની જાણ થતા ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ટવીટ કરીને કહ્યું હતું કે દિલ્હીથી પરત આવતા જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં ચાર પોલીસકર્મી અને એક આરોપીના માર્ગ અકસ્માતની માહિતી મહી છે. તે અત્યંત દુખદ છે. ઈશ્વર તેમના પરિવાર જનોને આઘાત સહન કરવાની શક્તિ આપે.

હર્ષ સંઘવીએ પણ ટવીટ કરીને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું છે કે આરોપીને પકડીને પરત આવી રહેલા ગુજરાતના ચાર પોલીસ જવાનોનું જયપુર નજીક અકસ્માત થતા મૃત્યુ થયું છે. જે અત્યંત દુખદ સમાચાર છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અને તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ અર્પે.

રાજસ્થનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શોક કર્યો છે. તેમણે ટવીટરના માધ્યમથી કહ્યું કે દિલ્હીથી પરત ફરતી વખતે જયપુર નજીક અકસ્માત સર્જાતા ગુજરાતના ચાર પોલીસકર્મી સહીત પાંચ લોકોના મોતના સમાચાર મળ્યા છે. જે ખુબ જ દુખદ છે. તેમના પરિવાર જનોને મારી સંવેદના. ઈશ્વર મૃતક આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published.