સુરતના કામરેજ વિસ્તારમાં બનેલી ઘટના હૈયું કંપાવનારી છે. આ વિચલિત ઘટના વિશે જાણીને સૌ કોઈ શોક વ્યક્ત કરી રહ્યા છે. કામરેજના પાસોદરા પાટિયા વિસ્તારમાં એકતરફી પ્રેમ કરતા માથાભારે પટેલ યુવકે પટેલની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. જાહેરમાં બનેલા આ બનાવે સૌ કોઈને રડાવી દીધા.
જાહેરમાં ગળું કાપીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચાઓ જગાવી છે. લોકો આ નરાધમ યુવકને કડકમાં કડક સજા આપવા માટે કહી રહ્યા છે. ઘટનાને અંજામ આપનાર યુવક ફેનિલ ગોયાણીને સમજાવવા ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈ ગયા હતા. ત્યારે આરોપી ફેનિલે તેમને પણ ચપ્પુના ઘા મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા.
ગ્રીષ્માના ભાઈ ધુવ નંદલાલ વેકરીયાએ સમગ્ર ઘટના વર્ણવી હતી. તેણે જણાવ્યા અનુસાર આરોપી ફેનિલ ગ્રીષ્માને છેલ્લા એક વર્ષથી હેરાન કરી રહ્યો હતો. તે દરરોજ ગ્રીષ્માનો પીછો કરતો હતો. જેથી તેણે ઘરે વાત કરી. ત્યારે ગ્રીષ્માના મોટા પપ્પાએ ફેનિલ ઠપકો આપ્યો હતો. પરંતુ ફેનિલ સમજ્યો નહીં.
ગ્રીષ્માના મોટ પપ્પાએ ઠપકો આપવા છતાં પણ ફેનિલ સમજ્યો નહી અને ગ્રીષ્માને હેરાન કરતો રહ્યો. તેથી ગ્રીષ્માના મોટા પાપા અને તેના ભાઈ ફેનિલને સમજાવવા માટે ગયા હતા. પરંતુ ફેનિલ ઉશ્કેરાય ગયો હતો. ત્યારબાદ રવિવારે તે ઘરે આવી પાચોંચ્યો હતો. આ દરમિયાન ગ્રીષ્માના મોટા પપ્પાને ફેનિલે ચપ્પુના ઘા માર્યા હતા.
આ જોઈ ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાએ મોટા પપ્પાને બચાવવા માટે ચપ્પુ હાથમાં પકડી લીધું હતું. જેથી તેને જમણા હાથમાં ઇજા થઇ હતી. ત્યારબાદ હત્યારાએ ગુસ્સે થઈને ગ્રીષ્માના ભાઈના માથા પર ચપ્પુ મારીને તેને લોહીલુહાણ કર્યો હતો. જેથી ગ્રીષ્મા ઘરની બહાર દોડી આવી હતી.
આ દરમિયાન ફેનિલે ગ્રીષ્માને ઝપટમાં લઇ તેના ગળે ચપ્પુ રાખી દીધું હતું. ગ્રીષ્માના ભાઈએ જણાવ્યું કે મારી બહેન અને અમે ચીસો પાડી રહ્યા હતા. પરંતુ તે નિર્દયી સમજ્યો નહી અને અમારી નજર સામે મારી બહેનનુ કરપીણ રીતે ગળું કાપી નાખ્યું. ત્યારબાદ તે ખીચ્ચામાંથી ઝેરી પ્રવાહી કાઢીને પી ગયેલો.
ત્યારબાદ લોકો તેને પકડવા જતા તે ઘરની પાસે રહેલા ખુલ્લા પ્લોટ તરફ ભાગવા લાગ્યો હતો. ત્યાં સુધીમાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેથી પોલીસને જોઈ આરોપી ફેનિલે પોતાના હાથે ચપ્પુ મારી આપ ઘાત કરવાની કોશિશ કરી હતી. પોલીસે આવીને ગ્રીષ્માને ચેક કરતા તે મોતને ભેટી હતી. ત્યારબાદ તેના પરિવારના ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.