સુરતમાં બનેલી કાળજું કંપાવતી ઘટના બાદ સુરત પોલીસ કમિશ્નરે આપ્યો મહત્વનો આદેશ, જાણીને તમે પણ કરશો વખાણ

Gujarat

સુરતમાં દિવસે ને દિવસે ક્રાઈમો વધતા જાય છે. ત્યારે ધોળા દિવસે જાહેરમાં થયેલા ગ્રીષ્મા હત્યકાંડે તમામ હદ વટાવી છે. સુરતની આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. લોકના કાનમાં ગ્રીષ્માનો અવાજ ગુંજી રહ્યો છે. ત્યારે વધતા જતા ક્રાઇમને લઈને સુરત પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કામરેજ વિસ્તારમાં જે ઘટના બની તે અંત્યંત દુખદ છે. આ ઘટનાની ગૃહમંત્રીએ નોંધ લીધી હતી અને પીડિતના પરિવાર જનોની મુલાકાત પણ લીધી હતી.

કમિશનર શ્રીએ જણાવ્યું કે બીજી વાર આવી ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશ્નર શ્રી અજય તોમરે જણાવ્યું કે આ આ બાબતે કેલાક લોકો મને મળવા માટે આવ્યા હતા અને ઘટના અંગે વાતચીત થઇ હતી. ઉપરાંત નાની ઉંમરના છોકરાઓ આવી ગુનાહિત પ્રવૃતિઓમાં કેમ આવી રહ્યા છે તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી.

કમિશનરને મળવા ગયેલા આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બે ત્રણ વર્ષ પહેલા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચાલી રહ્યું હતું. જેનું કામ ફરી આગળ વધારવાની જરૂર છે. આ ઉપરાંત કપલ બોક્સ દૂર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેથી લોકો આવી બાબતોનો ભોગ ના બને.

કમિશનરે જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી પોલીસ આવા ગોરખ ધંધાઓ બંધ કરાવવા માટે કામગીરી કરી રહી છે. કેટલાક સ્પા પર રેડ પણ પાડવામાં આવી છે. અને અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત પાનના ગલ્લા પર નશીલા પદાર્થોનું વેચાણ કહેવામાં આવતું હશે તો તેના પર પણ એક્શન લેવામાં આવશે.

પોલીસ કમિશનરે જણાવ્યું કે ગત વર્ષે જાન્યુઆરી માસમાં 12 મર્ડરની ઘટના બની હતી. પણ તેની સામે આ વર્ષે જાન્યુઆરી માસમાં 2 મર્ડરની ઘટના બની છે. તેમણે જણાવ્યું કે આ અંગે અમારી કામગીરી ચાલુ છે. ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિસ્તારોમાં વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

કમિશનરે જણાવ્યું કે હવે કોઈપણ નાગરિક પોતાની વાત ડાયરેક્ટ PI ને રજૂ કરી શકશે. PI ને મળવા માટે નિર્ધારિત સમય નક્કી કરવામાં આવ્યો છે. સવારે 11 થી 12 અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી દરેક પોલીસ સ્ટેશને પીઆઈ અરજદારોને મળવા માટે પોલીસ સ્ટેશન પર હાજર રહશે. જો કોઈ કારણસર પીઆઈ હાજર ના હોય તો તેના પછીના સિનિયર અધિકારી આ કામગીરી સંભળાશે.

Leave a Reply

Your email address will not be published.